અમદાવાદ: વટવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, 22.29 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે યુવક ઝડપાયો

રાજ્યમાં ડ્રગ્સ પેડલરોને જાણે પોલીસનો ડર નથી તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. રાજ્યમાં ડ્રગ્સ પેડલરો કોઈ પણ ખોફ વિના બેફામ ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે વટવા ખાતે ક્રાઇમ બ્રાન્ચે 22.29 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરની ધરપકડ કરી છે. માહિતી મુજબ, છેલ્લા 3 મહિનાથી પેડલર આ ડ્રગ્સનો જથ્થો લઈને ફરતો હતો અને આ ડ્રગ્સનો જથ્થો યુવક સરખેજના એક શખ્સ પાસેથી લાવ્યો હતો. 

બાતમીના આધારે વોચ ગોઠવી ધરપકડ કરી 

ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વટવા ખાતે આવેલા બીબી તળાવ પાસે મુન્ના શેખ નામનો શખ્સ એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવવાનો છે. આથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોટ ગોઠવી શંકાસ્પદ યુવકની ધરપકડ કરી તપાસ કરી હતી. યુવક પાસેથી 222.94 ગ્રામ (કિંમત આશરે રૂ. 22.29 લાખ) સફેદ માદક પદાર્થ મળી આવ્યો હતો, જેને એફએસએલ ટીમ દ્વારા એમડી ડ્રગ્સ હોવાનું જણાવાયું હતું.  આથી ક્રાઇમ બ્રાન્ચે યુવકની કડક પૂછપરછ કરી હતી. યુવકે પોતાનું નામ મહફુઝ ઉર્ફે મુન્ના શેખ અને તે વટવામાં રહેતો હોવાનું કબુલ્યું હતું.  

સરખેજના મિત્ર પાસેથી લાવ્યો હતો ડ્રગ્સ

માહિતી મુજબ, મુન્ના શેખે ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, તે આ એમડી ડ્રગ્સનો જથ્થો સરખેજમાં રહેતા તેના મિત્ર ફિરોઝખાન પઠાણ પાસેથી લાવ્યો હતો. આથી ક્રાઇમ બ્રાન્ચે ફિરોઝખાન પઠાણની શોધખોળ આદરી છે. ક્રાઇમ બ્રાન્ચે મહફુઝ અને ફિરોઝખાન પઠાણ વિરૂદ્ધ નાર્કોટિક્સનો ગુનો દાખલ કરીને ફિરોઝખાનને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે ફિરોઝખાનની ધરપકડ બાદ ડ્રાગ્સની સિન્ડીકેટનો પર્દાફાશ થવાની આશંકા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *