
Ahmedabad 480 ગ્રામની નાનકડી ફાઇટરનો પહેલો જન્મદિવસ: 27 અઠવાડિયે જન્મેલી બાળકી જીવનની જંગ જીતી
Ahmedabad માત્ર 480 ગ્રામ વજન અને 27 અઠવાડિયાની ગર્ભાવસ્થામાં જન્મેલી નાનકડી બાળકીએ જીવનની મુશ્કેલ લડાઈ જીતીને પોતાનો પહેલો જન્મદિવસ ઉજવ્યો છે. અત્યંત ઓછા વજન સાથે જન્મેલી આ બાળકી માટે શરૂઆતના દિવસો પડકારોથી ભરેલા હતા, પરંતુ તબીબો, નર્સિંગ સ્ટાફ અને પરિવારની અડગ હિંમતથી આજે તે સંપૂર્ણ એક વર્ષનું જીવન પૂર્ણ કરી સ્વસ્થ રીતે આગળ વધી રહી છે.
Ahmedabad જન્મ બાદ તરત જ બાળકીને સ્પર્શ નિયોનેટલ એન્ડ પીડિયાટ્રિક્સની NICUમાં દાખલ કરવામાં આવી હતી. માત્ર 480 ગ્રામ વજન ધરાવતી આ બાળકીની સ્થિતિ અત્યંત નાજુક હતી. તેને સતત તબીબી દેખરેખ અને વિશેષ નવજાત સંભાળની જરૂર પડી હતી.

Ahmedabad 72 દિવસ NICUમાં સારવાર
બાળકીની સારવાર દરમિયાન તેને શ્વાસ લેવામાં મદદ માટે CPAP સહિતની શ્વસન સહાય આપવામાં આવી હતી. NICUમાં સતત 24 કલાક ડોક્ટરો, નર્સો અને સપોર્ટ સ્ટાફની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી.
લગભગ 72 દિવસ સુધી NICUમાં સારવાર બાદ બાળકીની તબિયતમાં ધીમે ધીમે સુધારો જોવા મળ્યો અને આખરે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ડિસ્ચાર્જ સમયે તેનું વજન આશરે 1.3 કિલો હતું.

Ahmedabad ઘરે આવ્યા બાદ પણ હોસ્પિટલની ટીમનો સતત સહયોગ
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ પરિવારને બાળકની સંભાળમાં મુશ્કેલી ન પડે તે માટે તબીબી ટીમે સતત માર્ગદર્શન આપ્યું. નિયમિત ફોલોઅપ કોલ્સ, જરૂરી સલાહ અને ઘરે મુલાકાતો દ્વારા પરિવારને બાળકની સંભાળ અંગે વિશ્વાસ અપાયો.

બાળકીના માતાપિતાએ પોતાના અનુભવ વિશે જણાવ્યું કે, ઘરે લાવ્યા બાદ પણ તેઓ સતત ચિંતામાં રહેતા હતા. બાળકી સામાન્ય કરતાં વધુ સમય સુધી ઊંઘે કે યોગ્ય રીતે ખોરાક ન લે તો પણ તેઓ ગભરાઈ જતા હતા. એક વખત તીવ્ર શરદીને કારણે બાળકીને ફરી હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
પરંતુ આ મુશ્કેલ સમયમાં પણ સ્પર્શની તબીબી ટીમ સતત પરિવારની સાથે રહી અને દરેક ચિંતા અંગે ધીરજપૂર્વક માર્ગદર્શન આપ્યું.
Ahmedabad આજે એક વર્ષની થઈ ‘480 ગ્રામની ફાઇટર’
આજે એ જ નાનકડી બાળકી એક વર્ષનું સ્વસ્થ જીવન પૂર્ણ કરી ચૂકી છે. તબીબી ટીમના જણાવ્યા અનુસાર, બાળકીની વૃદ્ધિ અને ન્યુરોલોજીકલ વિકાસ સંતોષકારક છે. તે સક્રિય અને સ્વસ્થ છે અને પરિવાર માટે ખુશીઓનું કારણ બની છે.
સ્પર્શ નિયોનેટલ એન્ડ પીડિયાટ્રિક્સની તબીબી ટીમે જણાવ્યું કે, આવા અત્યંત અકાળે જન્મેલા અને ખૂબ જ ઓછા વજનવાળા બાળકોની સારવાર માત્ર NICU સુધી મર્યાદિત નથી. લાંબા ગાળાના ફોલોઅપ, માતાપિતાનું શિક્ષણ અને પરિવારનો સતત સહયોગ પણ બાળકના સફળ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
27 અઠવાડિયે માત્ર 480 ગ્રામ વજન સાથે શરૂ થયેલી આ બાળકીની સફર આજે તેના પહેલા જન્મદિવસ સુધી પહોંચી છે. આ સફર તબીબી નિષ્ણાતોની મહેનત, પરિવારની હિંમત અને આશાની જીતનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.
