
અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે શહેર ભાજપે શરૂ કર્યો કંટ્રોલ રૂમ, હેલ્પલાઇન નંબર જાહેર
અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક જામ અને જનજીવન પ્રભાવિત થવાની સ્થિતિ વચ્ચે શહેર ભાજપે નાગરિકોની મદદ માટે વિશેષ અતિવૃષ્ટિ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે.
શહેર ભાજપે જણાવ્યું છે કે વરસાદથી અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સહાય, માર્ગદર્શન અને જરૂરી સંકલન મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર પણ કાર્યરત કરવામાં આવ્યો છે. શહેરના જે નાગરિકોને કોઈપણ પ્રકારની તાત્કાલિક મદદની જરૂર હોય તેઓ ભાજપના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી સહાય મેળવી શકે છે.
આ પણ જુવો અમદાવાદ લોકોને વર્ક ફ્રોમ હોમ આપવા મ્યુનિ.કમિશનરની અપીલ
ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેતી રાખવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને જરૂરિયાત મુજબ સત્તાવાર એજન્સીઓ તેમજ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
