ગ્રામ્ય વિસ્તાર પ્રત્યે સમર્પિત કેન્દ્ર સરકારના વધુ એક ઐતિહાસીક નિર્ણયની લોકસભામા સાંસદ પૂનમબેનને જાણ કરતા કૃષી મંત્રી રૂપાલાજી

જિલ્લા તથા તાલુકા પંચાયતોને કેન્દ્રની ગ્રાન્ટ સીધી મળશે તેમ સાંસદ પૂનમબેન માડમે જણાવી જામનગર ના સાંસદે કહ્યું કે ગ્રામજનો તેમજ ખેડૂતો ના હિતમા કેન્દ્ર સરકારશ્રી મહત્વના પગલા લે છે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ સુવિધાને સમર્પિત છે તે માટે અનેક મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવ્યા છે અને ગ્રામપંચાયતોને સીધી જ નાણાકીય સહાય વિકાસ માટે પહોંચે છે તેને જ બે સ્ટેપ આગળ વધારીને કેન્દ્ર સરકાર દ્વારા તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોને પણ એવી જ રીતે 15માં નાણાં પંચની વિકાસ ગ્રાન્ટની રકમ સીધી જ આપવામાં આવશે. જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ વહીવટી સરળતા અને પારદર્શી વહીવટ દ્વારા વિકાસયાત્રાને વધુ વેગ આપવા સંસદમાં પણ માહીતી પુછી હતી જેના અનુસંધાને સરકારે હકારાત્મક અભિગમ દાખવ્યા અંગે કૃષી મંત્રી રૂપાલાજીએ પ્રત્યુરમા વિસ્તૃત વિગત આપી હતી જે મુજબ હવે આગામી સમયમમા જિલ્લાઓ અને તાલુકા પંચાયતોને મળતી કેન્દ્રની ગ્રાન્ટની રકમ સીધી જ જે તે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જ જમા થશે. સરકારના હકારાત્મ અભિગમને કારણે વિકાસ યાત્રાને વધુ વેગ મળશે. સરકારના આ નિર્ણય બદલ સાંસદ પૂનમબેને પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર તેમજ કૃષિ રાજ્યમંત્રી પૂરુષોત્તમ રૂપાલાનો આભાર વ્યક્ત કર્યો છે. અને જણાવ્યુ છે કે આઝાદી બાદ પ્રથમ વખત આ ઐતિહાસીક નિર્ણય છે કે ગ્રામ પંચાયતોની જેમજ જિ. અને તા. પં. વિકાસ કામોની ગ્રાન્ટ સીધી જમા થશે જે પારદર્શીતા અને ગ્રામ વિકાસ હિત ને વેગ આપવાની દિશામા લેવાયેલો નિર્ણય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *