
આદિત્યાણા ગામેથી પોણા ત્રણ તોલાના વેઢલા ઝુંટવી નાશીજનાર શખ્સને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. આદિત્યાણા ગામમાં રહેતાં લાખીબેન જેતમાલભાઇ ડાભી નામની મહિલાના બંન્ને કાનમાં પહેરેલ સોનાના વેઢલા નંગ 2 કોઇ અજાણ્યો શખ્સ ઝૂંટવી ગયો હતો અને વેઢલા ઝૂંટવી શખ્સ નાસી ગયો હતો. આ બાબતની ફરિયાદ રાણાવાવ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ ગુન્હાનો ભેદ ઉકેલવા રાણાવાવ પોલીસ તપાસમાં હતી તે દરમ્યાન રાણાવાવ રેલ્વે સ્ટેશન ત્રણ રસ્તા પાસેથી એક શંકાસ્પદ શખ્સ મળી આવતા તેની પુરછપરછ કરતા આ શખ્સ આદિત્યાણા ગામે રહેતો પ્રવીણ ઉર્ફે સૂકા જેઠા પાંડાવદરા હોવાનું જણાવ્યું હતું. આદિત્યાણા ગામેથી પોણા ત્રણ તોલાના વેઢલા ઝુંટવી નાશીજનાર શખ્સને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. આદિત્યાણા ગામમાં રહેતાં લાખીબેન જેતમાલભાઇ ડાભી નામની મહિલાના બંન્ને કાનમાં પહેરેલ સોનાના વેઢલા નંગ 2 કોઇ અજાણ્યો શખ્સ ઝૂંટવી ગયો હતો આ શખ્સને ચેક કરતા તેની પાસેથી સોનાના વેઢલા નંગ-2 મળી આવતા આ શખ્સને રાણાવાવ પોલીસ સ્ટેશન લઇ આવી યુક્તી પ્રયુક્તિથી પુછપરછ કરતાં વેઢલા ઝૂંટવી લીધાની ગુન્હાની કબુલાત આપી હતી જેથી પોલીસે આ શખ્સને ઝડપી લઇ કુલ રૂ. 1,35,000નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.