વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટ અનુસાર વિશ્વમાં 2025માં 10માંથી 6 લોકોને નોકરીનો ખતરો રહેશે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટ અનુસાર આખી દુનિયામાં 2025 સુધીમાં 10માંથી 6 લોકો પોતાની નોકરી ખોવી દેશે. આનું કારણ કામમાં મશીન અને માણસ દ્વારા લેવાતા કામમાં લાગતા સમયને જણાવાયું છે. આ રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે આ પહેલા કોરોના અને કોરોનાના સમયે મશીનના ઉપયોગમાં ઝડપ તેનું કારણ બની રહ્યું છે. રિપોર્ટ  19 દેશોમાં પ્રાઈસ વોટર હાઉસ કૂપર કંપનીમાં કામ કરનારા 32000 કર્મચારીઓ પર કરાયેલા સર્વે બાદ સામે આવ્યા છે. સર્વે અનુસાર દુનિયાભરના 40 ટકા કર્મચારીઓને લાગે છે કે આવનારા 5 વર્ષમાં તેઓ નોકરી ખોવી દેશે. તો 56 ટકાને લાગે છે કે તેઓ ભવિષ્યમાં લાંબા સમય સુધી રોજગારના વિકલ્પ શોધી શકશે. 

60 ટકા લોકોનું માનવું છે કે સરકાર તેમની નોકરીની સુરક્ષા કરે. વિશ્વવ્યાપી લોકડાઉનમાં 40 ટકા લોકોએ ડિજિટલ સ્કિલને ડેવલપ કરી છે. જ્યારે 77 ટકાએ કંઈક નવુ શીખવા અને પોતાનામાં સુધારો લાવવાની તૈયારી બતાવી છે.  

લગભગ 80 ટકા લોકો પોતાની યોગ્યતા પર વિશ્વાસ કરીને નવી ટેક્નોલોજી શીખવા આતુર છે. વર્લ્ડ ઈકોનોમિકના રિપોર્ટ અનુસાર વધતા મશીનોની સંખ્યા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે 8.5 કરોડ નોકરીઓ ખતરામાં છે અને હાલાં 9.7 કરોડ નોકરીઓ લાવવાની વાત પણ કરાઈ છે.  

એક તરફ લોકોની નોકરી પર ખતરો તોડાઈ રહ્યો છે તો અન્ય તરફ ટેસ્લા સહિતની અનેક નવી કંપનીઓ હાયરિંગ પર ફોકસ કરી રહી છે. ટેસ્લાએ બિઝનેસને વધારવા પર ભાર આપ્યો છે તો કંપનીએ અમેરિકાના ઓસ્ટિન, ટેક્સાસના પોતાના ગિગાફેકટ્રીમાં વેકેન્સી બહાર પાડી છે. કંપનીએ આ ફેક્ટ્રી માટે 10000 નોકરીઓ બહાર પાડી છે. આ કંપનીની ખાસિયત છે કે તેમાં એવા લોકો પણ એપ્લાય કરી શકે છે જેમની પાસે કોઈ કોલેજની ડિગ્રી નથી. આ સિવાય ગ્રેજ્યુએટ હાઈસ્કૂલ પાસ કેન્ડીડેટ પણ આ માટે એપ્લાય કરી શકે છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *