ગુજરાત પ્રદેશની ઉપસ્થિતિમાં રાયસણ ખાતે આમ આદમી પાર્ટીનું મહાસંમેલન યોજાયું

મિશન 2022 અંતર્ગત આમ આદમી પાર્ટી, અમદાવાદ ઝોન કાર્યકર્તા મહાસંમેલન આજ રોજ તારીખ 13/3/2021 ને શનિવાર સાંજે 4:00 વાગ્યે રાઓ વર્લ્ડ , રાયસણ પેટ્રોલ પંપ પાછળ ગાંધીનગર – અમદાવાદ હાઇવે, રાયસણ, ગાંધીનગર મુકામે યોજાઈ ગયું જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોની બહોળી હાજરીમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિહ યાદવ (MLA માટીયાલા, દિલ્હી) ની વિશેષ ઉપસ્થિતીમાં યોજાઈ ગયું જેમાં ગુજરાત પ્રદેશની ટિમમાંથી ગોપાલભાઈ ઇટલીયા (પ્રદેશ અધ્યક્ષ) ભેમાભાઇ ચૌધરી (ઉપાધ્યક્ષ) મનોજભાઈ સોરઠીયા (પ્રદેશ સંગઠન મહામંત્રી) કિશોરભાઈ દેસાઈ (પૂર્વ પ્રદેશ અધ્યક્ષ) અને રમેશભાઈ નાભાણી (નોર્થ ઝોન, સંગઠન મંત્રી) હાજર રહ્યા અને કોંગ્રેસના પૂર્વ મહામંત્રી મુકેશભાઈ પટેલ આપ (AAP) સાથે જોડાયા.

આ સમેલનનો હેતુ મિશન 2022 હેઠળ આમ આદમી પાર્ટીની પાયાના છેક બુથ લેવલના સંગઠનને સંલગ્ન સમગ્ર વ્યૂહરચનાઓથી હોદ્દેદારો અને કાર્યકર્તાઓને અવગત કરી સંગઠનમાં નવો પ્રાણ ફૂંકવાનો હતો જેની સુંદર અને સચોટ માહિતી અને સમજ, સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા  અને પ્રદેશ પ્રભારી ગુલાબસિહ યદાવજીએ ઝીણવટથી છણાવટ કરીને સમજાવી.

પ્રાસંગીક ઉદબોધનમાં ભેમાભાઈ ચૌધરી,  કિશોરભાઈ દેસાઈ અને ગોપાલભાઈ ઇટલીયાજીએ હોદ્દેદારો અને કાર્યકતાઓ સામે મિશન 2022 માટે તન, મન ધનથી લાગી પડવાની હુંકાર ભણી અને હાજર સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને આ માટે આહ્વાન કર્યું.

આગામી સમયમાં જિલ્લા લેવલે પણ સંમેલનો યોજીને મિશન 2022 ને પહોંચી વળવા અને ગુજરાતમાં આમ આદમીની સરકાર બનાવવા માટે માઇક્રો પ્લાનિંગ કરી આગળની રણનીતિઓ તૈયાર કરવામાં આવશે એવી તૈયારીઓ પણ ગોઠવી દેવાઈ છે એવી વાત યોજનાઓ પણ રજૂ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *