“મસ્કા ગામની દીકરીઓ ના હસ્તે તળાવ ની ઓગન વિધિ કરી અનોખી પહેલ કરાઈ”

મસ્કા ગામની દીકરીઓ

“મસ્કા ગામની દીકરીઓ ના હસ્તે તળાવ ની ઓગન વિધિ કરી અનોખી પહેલ કરાઈ”

“મસ્કા ગામની દીકરીઓ ના હસ્તે તળાવ ની ઓગન વિધિ કરી અનોખી પહેલ કરાઈ”

માંડવી : મસ્કા ગામનો ઐતિહાસિક તળાવ ઓગની જતા ગામની બાલિકાઓના હસ્તે તળાવના વધામણા કરી એક અનોખી પહેલ કરવામાં આવી હતી.ગ્રામ પંચાયત થી વાજતે ગાજતે બહોળા ગ્રામજનો સાથે તળાવ સુધી પહોંચી ત્યાં કોડાય ગુરુકુળના સ્વામી કૃષ્ણજીવનદાસજી અને પૂર્વ સરપંચ કિર્તીભાઈ ગોર નિખિલભાઈ જોશી ના હસ્તે પૂજન વિધિ કરવામાં આવી હતી.ત્યારબાદ ગામની દીકરીઓના હસ્તે તળાવના વધામણા થયા હતા.મસ્કા ગામે જળસંચનના વિવિધ પુષ્કળ કામો સરકાર,સંસ્થા અને જનભાગીદારી ના ત્રિવેણી સંગમથી કરવામાં આવ્યા છે તળાવ અને ચેકડેમોના ખાણેત્રા માટે સહયોગી તમામ સંસ્થા દાતાઓ નો કીર્તિભાઇ ગોરે આભાર વ્યક્ત કાર્યો હતો જળ સંગ્રહ થી TDS માં સુધારો આવશે પાણીના તળ ઊંચા આવશે તેવું કિર્તીભાઈ ગોરે ના જણાવ્યું હતું.
શાસ્ત્રોત વિધિ ભાવેશ મહારાજ અને દિનેશ માકાણીએ કરી હતી.

આ વેળાએ ગામમાં ઉત્સવ જેવું માહોલ સર્જાયું હતું અને સૌ એ એકબીજાને મીઠું મોઢું કરાવી મેગોત્સવ ની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સરપંચ ઉર્મિલાબેન ગોર તાલુકા પંચાયતના સદસ્યા શિલ્પાબેન નાથાણી, લક્ષ્મીબેન વિંઝોડા,નાનજીભાઈ મોતા, રમેશભાઈ જોશી, માણેકલાલ નાથાણી, હરેશભાઈ જોશી, માવજીભાઈ હિરાણી,મનજીભાઈ રાબડીયા,લતીફ ભાઈ સુમરા, કાંતિભાઈ મહેશ્વરી, સુનિલભાઈ વિંઝોડા માલસીમહેશ્વરી,કમલેશભાઈ ઠક્કર પ્રકાશભાઈ નાથાણી,શંભુભાઈ મોતા, મહેશ મોતા,યોગેશભાઈ ગોસ્વામી શામજીભાઈ જોગી લાભશંકર ભાઈ જેન્તીભાઇ ચીમન ભાઈ અનિલ ભાઈ સહિતના મેધઉત્સવ માં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *