ભુજના નાગોર રોડ અને ખત્રી તળાવ પાસેના ડમ્પિંગ સાઇટ પર ગૌ વંશના સંખ્યાબંધ મૃતદેહો જોવા મળ્યા

ભુજના નાગોર રોડ અને ખત્રી તળાવ પાસેના ડમ્પિંગ સાઇટ પર ગૌ વંશના સંખ્યાબંધ મૃતદેહો જોવા મળ્યા

ભુજના નાગોર રોડ અને ખત્રી તળાવ પાસેના ડમ્પિંગ સાઇટ પર ગૌ વંશના સંખ્યાબંધ મૃતદેહો જોવા મળ્યા

કચ્છ જિલ્લામાં ગાયોમાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. લમ્પી વાઇરસથી અનેક ગાયોના મોત થયા છે. ત્યારે ભુજ શહેરના નાગોર રોડ પરના ડમ્પિંગ સાઇટ ખાતે લમ્પી રોગથી મૃત્યુ પામેલા ગૌ વંશના સંખ્યાબંધ મૃતદેહો જોવા મળ્યા હતા. જેને લઈ ગૌ પ્રેમીઓ સહિત લોકોની લાગણી દુભાઈ હતી. પશુ મૃતદેહના નિકાલના અભાવે મોટી સંખ્યામાં ગાયોના મૃતદેહોનો ખડકલો અહીં જોવા મળ્યો હતો. ગૌપ્રેમીઓનું કાળજું કંપાવી દેતા દૃશ્યો સામે આવતા લોકોએ તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી.

ભુજના ડમ્પિંગ સાઇટ અને ખત્રી તળાવ ડમ્પિંગ સાઇટ ખાતે લમ્પી રોગથી મૃત્યુ પામેલા ગૌ વંશના સંખ્યાબંધ મૃતદેહોનો ઢગલો જોવા મળ્યો હતો. જ્યાં જુઓ ત્યા ગાયોના મૃતદેહ જ નજરે પડી રહ્યા છે. ત્યારે ગાયોના મૃતદેહોનો યોગ્ય નિકાલ કરવાની માગ લોકો દ્વારા કરવામાં આવી હતી. જેના આધારે તંત્ર દ્વારા હાલ પશુ મૃતદેહોને નિકાલ અર્થે ખાડો બનાવી પુરણ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, લમ્પી સ્કિન ડિસિસના કારણે કચ્છમાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યમાં ગૌ વંશના મૃત્યુ થઈ ચૂક્યા છે.

કચ્છના તમામ 10 તાલુકાના ગાયોમાં લમ્પી વાઇરસ ફેલાઈ ગયો છે. જેના બચાવ અને અટકાવ માટે નાના મોટા તમામ ગામોમાં સેવાભાવી લોકો દ્વારા રાત દિવસ સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા પણ દરેક તાલુકામાં ખાસ લાયઝન અધિકારી મુકવામાં આવ્યા છે અને પશુ ચિકિત્સકની ટીમ સાથે બહારની ટીમ પણ ગાયોની સારવાર માટે ઉપલબ્ધ કરાઈ છે. અત્યાર સુધી 1.46 લાખ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 43 હજાર ગૌ વંશની સારવાર કરવામાં આવી છે. તેમ છતાં આ ભયાનક બિમારી કાબુમાં આવી રહી નથી. જેના કારણે પ્રતિદિન ગાયોમાં લમ્પી સ્કિન ડિસિસનો ફેલાવો વધી જતાં પશુઓના ટપોટપ મોત થઈ રહ્યો છે. જેની સાક્ષી પૂરતા દ્દશ્યો નાગોર રોડ અને ખત્રી તળાવ ખાતેના ડમ્પિંગ સાઇટ પર જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *