માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન આણંદ ની બેઠક પ્રદેશ ઉપાધ્યક્ષ બીના પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ

રિપોર્ટ : બીના પટેલ

તા. 14/9/2022 ના રોજ આણંદ MMBVS ના સદસ્યો ની બેઠક પ્રદેશ ઉપાધ્યક્ષ બીના પટેલ ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી.
આ બેઠક માં મુખ્ય એજન્ડા
1) આવનારી 17 તારીખ ની વડાપ્રધાન શ્રી ની જન્મદિવસ અંતર્ગત રાખવામાં આવેલા કાર્યક્રમ ની પૂર્વ તૈયારી
2) આણંદ જિલ્લા ની ટીમ ના સદસ્યો ના પ્રશ્નો ના ઉકેલ તથા ચર્ચા વિચારણા.

3) આગામી ડિસેમ્બર મહિના માં થનારા એવોર્ડ ફંક્શન માટે ની પૂર્વ તૈયારી મુખ્ય એજન્ડા હતા.
આ બેઠક માં આણંદ જિલ્લા કાર્યકારી પ્રમુખ કમળાબેન પટેલ, આણંદ જિલ્લા મીડિયા કોર્ડીનેટર નિમિષા બેન જાની, આણંદ જિલ્લા ઉપ પ્રમુખ મનીષા બેન, રીના બેન શેઠ, વિરલબેન શેઠ, સંગીતાબેન અરોરા, ઇલા બેન દવે, સોનલબેન શાહ , વિરલ પ્રીતિ બેન પટેલ, ડૉ.ઝીલ ઠક્કર,બોરસદ પ્રમુખ લિલિયન બેન અને રાજ્ય મીડિયા કોર્ડીનેટર કલ્પેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *