ગુજરાતમાં ચૂંટણી સમયે રેવડીવાળા આવી ગયા છે, ગુજરાતને નુકશાન કરનાર અર્બન નકસલવાદી લોકોને જનતાએ ઓળખી લેવા જોઇએ – સીઆર પાટીલ

વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે ફ્રીમાં રસી આપી, ફ્રીમાં અનાજ આપ્યું રેવડી નથી વહેંચી, કોરોનામાં કોંગ્રેસ હોત તો શું હાલત થાત તેમ સીઆર પાટીલે કહ્યું હતું આ સાથે આપ પાર્ટીનું નામ લીધા વિના સીધું નિશાન સાધ્યું હતું. ગુજરાતમાં ચૂંટણી સમયે રેવડીવાળા આવી ગયા છે,  ગુજરાતને નુકશાન કરનાર અર્બન નકસલવાદી લોકોને જનતાએ ઓળખી લેવા જોઇએ તેમ કહી સીઆર પાટીલે આકરા પ્રહારો કર્યા હતા. ઓલપાડ વિઘાનસભામાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સીઆર પાટીલે આકરા પ્રહારો કર્યા હતા. 

કોંગ્રેસની મનમોહનની સરકારમાં જો કોરોના મહામારી આવી હોત તો શું સ્થિતિ થાય તેની કલ્પના કરજો. કોરોના મહામારી સમયે દેશના પ્રજાહિત સેવક  નરેન્દ્રભાઇ મોદી સાહેબના કારણે એક નહી પરંતુ બે રસીની શોઘ આપણા દેશના વૈજ્ઞાનિકોએ કરી. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે કોરોના સમયે દેશની જનતાને સુરક્ષીત રાખવા ફ્રીમાં રસી આપવાની જાહેરાત કરી. આપણા વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે ફ્રીમાં રસી આપી, ફ્રીમાં અનાજ આપ્યું રેવડી નથી વહેંચી. કોરોના સમયે દેશની જનતાને રસી સાથે 80 કરોડ જનતાને ફ્રીમાં અનાજ આપી મહામારી સમયે કોઇનું ભુખમરાથી મૃત્યુ થયું નથી. 

પાટીલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં ચૂંટણી સમયે રેવડીવાળા આવી ગયા છે તેઓ જનતાને જે વચનો આપે છે તે પણ પુરા થઇ શકે તેવા નથી. આ રેવડીવાળા લોકોએ કેવી રીતે જનતાને ભ્રમીત કરે છે તે અંગે તેમને આપલે વચનોની વિસ્તૃત માહિતી આપી જણાવ્યું કે તેમના વચનોથી રાજયને કેટલું નુકશાન થાય. દેશને અને ગુજરાતને નુકશાન કરનાર અર્બન નકસલવાદી લોકોને જનતાએ ઓળખી લેવા જોઇએ. કચ્છ અને સૌરાષ્ટ્રમાં નર્મદાના નીર ન પહોંચે તે માટે મેઘાપાટકરે વર્ષો સુઘી આંદોલન કર્યુ અને અડચણ પેદા કરી 15 થી 20 વર્ષ સુધી તેમને પાણી ન મળ્યુ. મેઘા પાટકર વિદેશના ફંડ આઘારે આંદોલન ચલાવી ગુજરાતની સમૃદ્ધીને અને વિકાસને રોકતા હતા આવા  ગુજરાત વિરોઘીને  આમ આદમી પાર્ટીએ લોકભામાં ટીકીટ આપી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ચૂંટણી પહેલાથી જે રીતે તૈયારીઓ કરી રહ્યા છે તેનાથી ખૂબ ભવ્ય પરિણામ  પક્ષના હિતમાં આવવાનું છે ઉમેદવારોની ભવ્ય જીત થવાની છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *