
બાબર આઝમની કેપ્ટન્સી ધરાવતી પાકિસ્તાનની ટીમે હૉંગકોંગને 155 રને હરાવીને એશિયા કપ 2022ની સુપર 4માં પોતાની જગ્યા બનાવી લીધી છે. સુપર 4માં હવે પાકિસ્તાનનો સામનો ફરીથી રવિવારે ભારત સામે થશે, જેને ગત અઠવાડિયે ગ્રુપ તબક્કામાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું.
પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને હૉંગકોંગ વિરૂદ્ધ અણનમ 78 રનની ઇનિંગ રમીને ભારતને પડકાર આપ્યો છે. રિઝવાને પોતાની ઇનિંગ દરમિયાન 57 બોલમાં 6 ફોર અને એક સિક્સર ફટકારી હતી.

મોહમ્મદ રિઝવાને હૉંગકોંગ વિરૂદ્ધ મુકાબલા બાદ કહ્યુ કે ભારત અને પાકિસ્તાન એક એવી મેચ છે જેની તમામ હંમેશાથી રાહ જોતા હોય છે અને પાકિસ્તાનની ટીમ ફરી ભારત સામે રમવાની રાહ જોઇ શકતી નથી. પાકિસ્તાનની ટીમ 28 ઓગસ્ટે ટૂર્નામેન્ટની પોતાની શરૂઆતની મેચમાં ભઆરત સામે મળેલી હારનો બદલો લેવા માંગશે. મોહમ્મદ રિઝવાનના T20 ક્રિકેટમાં 5000 રન પુરા થઇ ગયા છે અને તે આમ કરનાર પોતાના દેશનો સાતમો ખેલાડી બની ગયો છે.
મોહમ્મદ રિઝવાને મેચ પછી કહ્યુ, આ બધાને ખબર છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન ટકરાય છે તો હંમેશા દબાણ હોય છે. આખી દુનિયાના લોકો આ મુકાબલાની રાહ જોવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચ તમામ માટે એક ફાઇનલ જેવી હોય છે. મને લાગે છે કે આપણે જેટલુ હોઇ શકે સામાન્ય મેચ બનાવી રાખવાની જરૂરત છે. પાકિસ્તાનનો આત્મવિશ્વાસ ઘણો ઉંચો છે અને આપણે કોઇને પણ વિરોધી સામનો કરવા માટે તૈયાર છે.

મોહમ્મદ રિઝવાનની ટી-20 કરિયર
મોહમ્મદ રિઝવાને 58 ટી-20 મેચ રમી છે જેમાં તેને 52.44ની એવરેજ અને 128.37ના સ્ટ્રાઇક રેટથી 1783 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને એક સદી ફટકારી છે અને 14 અડધી સદી ફટકારી છે. મોહમ્મદ રિઝવાનનો ટી-20માં સર્વશ્રેષ્ઠ સ્કોર 104 રન છે.
હૉંગકોંગ સામે પણ મોહમ્મદ રિઝવાને 57 બોલમાં 136.84ના સ્ટ્રાઇક રેટથી 1 સિક્સર અને 6 ફોરની મદદથી અણનમ 78 રન બનાવ્યા હતા. મોહમ્મદ રિઝવાનની ઇનિંગના દમ પર પાકિસ્તાનની ટીમ હૉંગકોંગ સામે 193 રન બનાવવામાં સફળ રહી હતી.