પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 કલાકે આકાશવાણી પરથી ‘મન કી બાત’ કાર્યક્રમમાં તેમના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 કલાકે આકાશવાણી પરથી ‘મન કી બાત’ કાર્યક્રમમાં તેમના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે તેમના વિચારો શેર કરશે. આવતીકાલે મન કી બાત રેડિયો કાર્યક્રમનો 92મો એપિસોડ હશે.

આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઈટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ, માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.

હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી પરથી પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *