
કિશમિશ એક એવું ડ્રાયફ્રૂટ્સ છે જેમાં વિટામીન્સ અને મિનરલ્સની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. કિશમિશમાં આયરન, કોપર, વિટામીન બી 6, મેંગેનીઝ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કિશમિશ ખાવાથી હેલ્થ અને પાચન સારું થાય છે. આમ, જો તમે કિશમિશનું દૂધ પીવો છો તો વજન વધે છે અને સાથે-સાથે હેલ્થને લગતી અનેક બીમારીઓ પણ દૂર થાય છે. તો જાણો તમે પણ વજન વધારવા માટે દૂધમાં કિશમિશ નાંખીને કેવી રીતે ખાશો.

દુબળા-પાતળા લોકોને સામાન્ય રીતે કિશમિશ ખાવાની સલાહ આપવામાં આવે છે. આમ, જો તમે પણ વજન વધારવા ઇચ્છો છો તો દૂધ અને કિશમિશને એક સાથે લેવાથી બહુ ફાયદો થાય છે. આ માટે તમે એક ગ્લાસમાં દૂધ નાંખો અને પછી એમાં કિશમિશ નાંખો. ત્યારબાદ આ દૂધને બરાબર ઉકાળી લો અને પછી ગેસ બંધ કરી દો. ત્યારબાદ આ દૂધને રાત્રે ઊંઘતા પહેલા પી લો. આ દૂધ તમે રોજ પીવો છો તો તમારું વજન વધે છે અને સાથે શરીરના હાડકાં પણ મજબૂત થાય છે.

જાણો કિશમિશ અને દૂધ પીવાથી થતા ફાયદાઓ વિશે
- કિશમિશનું દૂધ પીવાથી સ્કિનમાં નિખાર આવે છે. આ સાથે જ સ્કિનની અનેક સમસ્યાઓ પણ દૂર થાય છે.
- કિશમિશ દૂધ પીવાથી તમારું વજન ઝડપથી વધે છે. આ સાથે જ તમારા મસલ્સ પણ સ્ટ્રોંગ થાય છે.
- દૂધમાં કિશમિશ મિક્સ કરીને પીવાથી એનિમિયાની સમસ્યામાંથી રાહત મળે છે.
- તમારા બાળકમાં લોહીની કમી છે તો તમે કિશમિશ દૂધ આપવાનું શરૂ કરી દો. આમ કરવાથી લોહીની ઉણપ પૂરી થાય છે અને સાથે સ્ટેમિના પણ રહે છે.
- કિશમિશ દૂધ પીવાથી પ્રોટીનની ઉણપ શરીરમાં પૂરી થાય છે. જે તમારા મસલ્સ ગ્રોથ કરવામાં મદદ કરે છે.
- તમારું બાળક બહુ થાકી જાય છે તો તમે કિશમિશ દૂધ આપવાનું શરૂ કરી દો. આ દૂધ તમારું બાળક રોજ પીશે તો એ થાકશે નહિં અને સ્ટેમિના રહેશે.
