
દરેક ટીમ ૨૧ જાન્યુઆરી સુધીમાં તેમના ખેલાડીઓને છૂટા કરી શકે છે
આઇપીએલની આગામી સીઝન માટે ટ્રેડિંગ વિન્ડો ઓપન થઈ ગઈ છે. દરેક ટીમ ૨૧ જાન્યુઆરી સુધીમાં તેમના ખેલાડીઓને છૂટા કરી શકે છે. આગામી સીઝન માટે એક મિની ઑક્શનનું આયોજન આવતા મહિને થઈ શકે છે. બીજું, જો દેશમાં કોરોનાની સ્થિતિ હજી વધુ ન સુધરી તો આ વર્ષે પણ યુએઈમાં જ આઇપીએલ રમાશે.