
ભાવનગર માં દુષિત પાણી પીવાથી 35 જેટલા લોકોને ઝાડા ઉલટી થયા
શહેરમાં મિશ્ર ઋતુની અસર થી રોગચાળો વધ્યો છે ત્યારે ભાવનગરનાં કાળાનાળા વિસ્તારમાં દુષિત પાણી થી 30 થી 35 લોકો ને ઝાડા ઉલ્ટી થયાનાં કેસ સામે આવ્યા છે તેમજ એક નવજાત બાળકીએ જીવ ગુમાવ્યો

ભાવનગર શહેરમાં મછર અને પાણી જન્ય રોગનો રાફડો ફાટ્યો છે જ્યારે આવો જ કિસ્સો ભાવનગર કાળાનાળા વિસ્તારમાં જિલ્લા જેલ ની સામે આવેલ વાલ્મિકીવાસમાં છેલ્લા કેટલા દિવસ થી દુષિત પાણી ની ફરિયાદ છે પરંતુ ગરીબનું સાંભળે કોણ તેની જેમ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી નહીં કરવામાં આવતા અંતે 30 થી 35 લોકો ને ઝાડા ઉલટી ભોગ બન્યા. તમામ લોકોને સારવાર અર્થે શહેરની સરકારી તેમજ અલગ અલગ પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે જ્યારે આજ વિસ્તારમાં રહેતા કપિલભાઈ ચૌહાણ ની નવજાત બાળકીએ જન્મ લેતાજ તંત્રની લાપરવાઈ નો ભોગ બની જીવ ગુમાવ્યો હતો. ત્યારે નગોર તંત્ર હજી ઊંઘે છે તેવું લાગે છે.
