કેશ કાંડમાં ફસાયેલા ઝારખંડના 3 કોંગ્રેસી MLAને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા

કેશ કાંડમાં ફસાયેલા ઝારખંડના 3 કોંગ્રેસી MLAને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા

કોંગ્રેસે ઝારખંડના ત્રણ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે, જેમના વાહનમાંથી મોટી રકમ મળી આવી હતી. પશ્ચિમ બંગાળ પોલીસે હાવડામાં આ ધારાસભ્યોના SUV ગાડીમાંથી રોકડ જપ્ત કરી હતી ત્યારબાદ પૈસા ગણવાનું મશીન મંગાવવામાં આવ્યું હતું.

કોંગ્રેસે રાંચીના ખિજરીથી ધારાસભ્ય રાજેશ કછપ, કોંગરી સિમડેગાના કોલેબીરાથી નમન વિક્સેલ કોંગારી અને જામતારાથી ઈરફાન અંસારી વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. હાવડામાં આ ધારાસભ્યોની ગાડીમાંથી મોટી માત્રામાં રોકડ મળી આવી હતી.

હાવડાના એસપી ગ્રામીણે જણાવ્યું હતું કે, Rનપુટ્સના આધારે પંચલા પોલીસ સ્ટેશન વિસ્તારના રાનીહાટીમાં નેશનલ હાઈવે-16 પર નાકાબંધી કરીને ગાડીને રોકવામાં આવી ત્યારે ઝારખંડના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો તેમાં હતા. ગાડીની તપાસ કરતાં તેમાંથી મોટી રકમ રોકડ મળી આવી હતી. આ રોકડની ગણતરી માટે મશીનો મંગાવવામાં આવ્યા હતા.

બીજી કરફ કોંગ્રેસના ધારાસભ્યોના પૈસા મળ્યા પછી પાર્ટીએ તેને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું હતું. ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ ઠાકુરે કહ્યું કે, આ ષડયંત્ર પાછળ ભાજપનો હાથ છે. તેઓ લાંબા સમયથી બિન-ભાજપ શાસિત રાજ્યમાં સરકારને અસ્થિર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *