
મંકી પોક્સ `વૈશ્વિક આરોગ્ય કટોકટી” જાહેર
કોરોના વાયરસ હજુ પુરો નાશ નથી થયો, ત્યાં હવે મંકી પોક્સની બીમારીને `સ્વાસ્થ્ય વિપત્તિ’ જાહેર કરવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડો. ટેડ્રોસ અડનોમે કહ્યું કે, મંકીપોક્સને વૈશ્વિક કટોકટી (ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી) જાહેર કરવામાં આવે છે. ભારતમાં અત્યાર સુધીમાં મંકી પોક્સમાં ત્રણ કેસો જાહેર કરવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકીપોક્સના કેસોમાં વધારાને જોતાં લોકોને સતર્ક?રહેવાની અપીલ કરી છે. ભારતમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે, જે શખ્સમાં મંકી પોક્સના લક્ષણો મળ્યા હતા, તેઓ થોડા દિવસ પહેલાં જ યુએઈની યાત્રા કરીને પાછા આવ્યા હતા. આ કેસના થોડા દિવસ બાદ જ કેરળમાં આ વાયરસનો બીજો કેસ સામે આવ્યો હતો.
દરમ્યાનકેલિફોર્નિયાથી હેવાલ મુજબ અમેરિકામાં પહેલીવાર બાળકોમાં મંકીપોક્સનું સંક્રમણ દેખાયું છે. એક બાળક કેલિફોર્નિયાનું છે, તો બીજું નવજાત છે, પરંતુ અન્ય દેશનું છે.સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના જણાવ્યાનુસાર બંને બાળકમાં બીમારીનાં લક્ષણ છે, પરંતુ તબિયત સ્થિર છે.બંને બાળકને એન્ટિવાયરલ દવા ટેકોવિરિમેટ અપાઇ છે. આઠ વર્ષથી નાની વયનાં બાળકોને ગંભીર સંક્રમણનું જોખમ હોવાથી આ દવા અપાઇ છે.અમેરિકાની સરકારે અત્યાર સુધી ત્રણ લાખથી વધુ મંકીપોક્સ નિરોધક રસી લોકો સુધી પહોંચાડી છે. અમેરિકા, યુરોપ સહિત દેશોમાં જે ઝડપથી કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક છે. અમેરિકામાં બાળકોમાં પણ આ કેસ મળ્યા છે. 8 વર્ષ સુધીના બાળકો પર મંકીપોક્સ સંક્રમણનું જોખમ હોવાનું જણાવાયું છે. સ્વાસ્થ્ય અધિકારીઓ અનુસાર અત્યાર સુધીમાં બે બાળકમાં મંકીપોક્સના કેસ મળ્યા છે. બન્ને બાળકની હાલત સ્થિર છે. આ બીમારીમાં એન્ટિવાયરલ ટેકોવિરિમૈટ અપાઈ રહી છે. મંકીપોક્સના લક્ષણો સામાન્ય રીતે બેથી ચાર સપ્તાહ સુધી રહે છે અને તેમાં મુખ્યત્વે શરીર પર લાલ ફોડલા ઉપસી જવા, માથાનો દુ:ખાવો, તાવ, થાક, સાંધામાં દુ:ખાવો, ગળામાં સોજો, કંપારી થવી, પીઠ-કમરનો દુ:ખાવો મુખ્ય છે. મંકીપોક્સ વાનરમાંથી મનુષ્યોમાં ફેલાયેલું સંક્રમણ છે. મોટાભાગના દર્દીઓ યુવા છે.
