પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પ્રદેશ ભાજપ માછીમાર સેલના કચ્છના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

પ્રદેશ ભાજપ માછીમાર સેલ

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પ્રદેશ ભાજપ માછીમાર સેલના કચ્છના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રી સી આર પાટીલ સાહેબને 2 વર્ષ પૂર્ણ થતા આજરોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતા અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ.

આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, વિવિધ મોરચાના પ્રદેશ પ્રમુખશ્રીઓ, વિવિધ વિભાગના પ્રદેશ સંયોજકશ્રીઓ તથા ગુજરાત પ્રદેશ ભાજપ માછીમાર સેલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં પ્રદેશ ભાજપ માછીમાર સેલના સંયોજક મહેન્દ્રભાઈ જુંગીની આગેવાનીમાં કચ્છ, પોરબંદર, ખંભાત, ભરુચ, વડોદરા, સુરત, નવસારી, વલસાડથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જીલ્લા માંથી પ્રદેશ ભાજપ માછીમાર સેલના શાંતિલાલભાઈ મોતિવરસ અને જીગરભાઈ ધાયાણી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *