
Rajkot : 200 ગ્રામ ગાંજા સાથે એકની ધરપકડ
રાજકોટ શહેર SOG પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે કોઠારીયા વિસ્તારમાં આવેલ જુના હુડકો ક્વાર્ટર ખાતે વોચ ગોઠવી નંબર પ્લેટ વગર મોટર સાયકલ લઇ પસાર થતા શખ્સ નીતિન ગઢવીને અટકાવી તલાસી લેતા તેની પાસેથી 200 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેથી તેની ધરપકડ કરી કુલ 32,500 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કર્યવાહી હાથ ધરી છે. પોલીસ પુછપરછમાં આરોપી નીતિન ગઢવી ગાંજો પીવા માટે લાવ્યો હોવાની કબૂલાત આપી છે ત્યારે ગાંજાનો જથ્થો ક્યારે કેટલા રૂપિયામાં અને કોની પાસેથી ખરીદ કરી લાવ્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
