
5 લાખના તોડકાંડની વાઇરલ ઓડિયો ક્લિપ મામલે જમાદાર વિજયગીરીને સસ્પેન્ડ કરાયા
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ જાણે વિવાદોનું ઘર બની ગઈ હોય તેમ એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલાવિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો જે બાદ બુટલેગર સાથે સેટિંગ કરવા અંગે બુટલેગર મિત્ર સાથે વાતચીત કરતાજમાદાર વિજયગીરી ગોસ્વામીની ઓડિયો ક્લિપ વાઇરલ થવા પામી હતી. આ ઓડિયો ક્લિપમાં રૂપિયા 5 લાખની માંગણી કરવામાંઆવી હતી અને આ સેટિંગમાં બે પીઆઇ , એસીપી અને ડીસીપી સુધી આપવાનું હોય તેવો સંવાદ કરવામાં આવી રહ્યો છે જે વાઇરલથતા ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક અસરથી હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી હતી અને આજે તેને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
