થાણેમાં સગીર બાળકી પર બળાત્કાર ગુજારનાર ત્રણ વ્યક્તિને પાંચ વર્ષની સખત કેદની સજા ફરમાવાઈ

ચોથી જાન્યુઆરીએ પસાર કરવામાં આવેલા આ આદેશની કોપી મંગળવારે ઉપલબ્ધ કરવામાં આવી હતી

થાણેમાં સ્પેશ્યલ પોકસો કોર્ટે ૨૦૧૪માં સગીર બાળકીનો બળાત્કાર કરનાર ત્રણ વ્યક્તિને પાંચ વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી. ચોથી જાન્યુઆરીએ પસાર કરવામાં આવેલા આ આદેશની કોપી મંગળવારે ઉપલબ્ધ કરવામાં આવી હતી.
જજ એસ. પી. ગોંધાળકરે આઇપીસી અને પોકસો અક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ ત્રણે આરોપીઓને સજા ફરમાવી હતી તેમ જ તેમને પ્રત્યેકને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જવલા મોહોલકરે કોર્ટમાં જણાવ્યું હતું કે ૨૦૧૪ની ૧૪ એપ્રિલે ૧૫ વર્ષ (તે સમયે)ની આરોપી કળવા ખાતે વાઘોબાનગર સ્થિત તેના ઘરની નજીકમાં કુદરતી હાજતે ગઈ હતી તે સમયે આરોપીઓ મોં પર રૂમાલ દબાવી તેને બેહોશ કરી ખેંચીને નજીકની ઝાડીઓમાં લઈ ગયાં હતાં, જ્યાં તેના પર વારાફરતી બળાત્કાર કર્યો હતો.
પીડિતાની ફરિયાદના આધારે કળવા પોલીસે કેસ નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.
વિશ્વસનીય સુત્રો ના માધ્યમથી ખબર મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *