વિધાનસભામાં રડવા લાગ્યા મુખ્યમંત્રી એકનાથ શિંદે

મુખ્યમંત્રી એકનાથ શિંદે

વિધાનસભામાં રડવા લાગ્યા મુખ્યમંત્રી એકનાથ શિંદે

મહારાષ્ટ્ર વિધાનસભા ( Maharashtra Assembly Election) માં આજે શિવસેના-ભાજપ (Shiv Sena BJP) એ મળી ફ્લોર ટેસ્ટ (Floor Test) ને પાસ કર્યો છે. એકનાથ શિંદે  (Eknath Shinde) ની સરકારના પક્ષમાં  164 ધારાસભ્યોએ વોટ કર્યા. જ્યારે તેમના વિરોધમાં  99  મત પડ્યા હતા. જેને લઈ મહારાષ્ટ્ર  (Maharashtra) ના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર વિધાનસભામાં તમામનો આભાર માન્યો હતો. 

વિધાનસભામાં રડવા લાગ્યા મુખ્યમંત્રી એકનાથ શિંદે

આ દરમિયાન એકનાથ શિંદે અકસ્માતમાં જીવ ગુમાવનારા પોતાના બાળકોનો ઉલ્લેખ કરતા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મારા બે બાળકો મૃત્યુ પામ્યા હતા (મુખ્યમંત્રી રડવા લાગ્યા) તે સમયે આનંદ દિઘેએ મને સમજાવ્યો. ત્યારે મને થતું કે કોના માટે જીવવું, પરિવાર સાથે રહીશ. સીએમ એકનાથ શિંદેએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજે બાલાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેના આશીર્વાદથી એકનાથ શિંદેએ સરકાર બનાવી છે. છેલ્લા 15-20 દિવસથી મારી સાથે શિવસેનાના 40 ધારાસભ્યો, 11 અપક્ષ ધારાસભ્યો, જેમણે મારા પર વિશ્વાસ રાખીને આટલો મોટો નિર્ણય લેવાની હિંમત કરી છે, હું તેમનો આભાર માનું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *