
શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા અષાઢી બીજ ના રોજ ભવ્ય રથયાત્રા મહોત્સવનું આયોજન સંદર્ભે પત્રકાર પરિષદ નું આયોજન કરાયું હતું
શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ ભુજ ના ઉપલક્ષ્ય માં શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા દર વર્ષે અષાઢીબીજનાં દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે રથયાત્રા સાદગીપૂર્ણ રીતે મંદિર ના પ્રાંગણમાં યોજવામાં આવેલ,કોરોના કાળમાંથી ભગવાને હેમખેમ લોકોને પાર પાડતાં આ વખતે ભવ્યાતિભવ્ય જગન્નાથજીની રથયાત્રા ભુજ ખાતે યોજાશે

શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા અષાઢી બીજ ના રોજ ભવ્ય રથયાત્રા મહોત્સવનું આયોજન
મંદિરના મહંત સ.ગુ.પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી , ઉપમહંત સ.ગુ.સ્વામી ભગવદ્ભુવનદાસજી , સ.ગુ.પાર્ષદવર્ય કોઠારી શ્રી જાદવજી ભગત , સ.ગુ. સ્વામી પ્રેમપ્રકાશદાસજી અને વડીલ સંતોની આજ્ઞાથી આયોજન કરવામાં આવેલ છે. આગામી તા ૧ જુલાઇને શુક્રવારનાં રોજ મહાદેવ ગેટ , હમીરસર સર્કલ પાસેથી પ્રારંભ થઈ ભુજનગર વિસ્તારોમાં બસ સ્ટેશન , કચ્છમિત્ર સર્કલ , શ્રી સ્વામિનારાયણ ( જ્યુબિલી ) સર્કલ , શ્રી નરનારાયણદેવ સર્કલ મોટાબંધ થઈ , નૂતન સ્વામિનારાયણ મંદિર મધ્યે રથયાત્રા સમાપન કરવામાં આવશે , આ અંગે વિશેષ માહિતી આપતાં સ્વામિનારાયણ મંદિરનાં કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે , આ ભવ્ય રથયાત્રા માં દરેક સમાજ અને સનાતન ધર્મપ્રેમી ભક્તો તેમજ નગરજનો આ ભવ્ય રથયાત્રા માં જોડાવવા ભાવભર્યું જાહેર આમંત્રણ ભુજ મંદિર તરફથી પાઠવવામાં આવ્યું છે તા .૧ જુલાઇને શુક્રવારનાં રોજ અષાઢીબીજનાં દિવસે બપોરનાં ૩ : ૦૦ કલાકે મહાદેવ ગેટ હમીરસર સર્કલ પાસેથી રથયાત્રાને સંતો દ્વારા પ્રારંભ કરવામાં આવશે આ રથને સંતો – ભક્તો પોતાના સ્વહસ્તે ખેંચીને સમગ્ર ભુજ શહેરમાં ભ્રમણ કરાવશે . આ રથ યાત્રા ની તૈયારી માં મહોત્સવ સમિતિના કો . સ્વામી દેવપ્રકાશદાસજી , કો.સ્વામી દેવસ્વરૂપદાસજી , સ્વામી નારાયણમુનીદાસજી , સ્વામી શુકદેવસ્વરૂપદાસજી , સ્વામી દિવ્યસ્વરૂપદાસજી , સ્વામી ભક્તિપ્રકાશદાસજી , સ્વામી નરનારાયણસ્વરૂપદાસજી , સ્વામી પૂર્ણસ્વરૂપદાસજી , સ્વામી કપિલમુનિદાસજી સંતો જહેમત ઉઠાવી રહ્યા છે ..
