કચ્છ અંજારમાં પ્લાસ્ટિકના ભંગારના વાડામાં ભીષણ આગ લાગતા લાખોનો માલ બળીને ખાક

કચ્છ અંજારમાં પ્લાસ્ટિકના ભંગારના વાડામાં ભીષણ આગ લાગતા લાખોનો માલ બળીને ખાક

અંજાર શહેર નજીક GIDCમાં આવેલા પ્લાસ્ટિકના ભંગારના વાડામાં આજે શુક્રવાર બપોરે 1 વાગ્યા બાદ એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને લઈ અફરાતફરી મચી હતી. ઈન્દ્રસ્ટ્રીયલ પ્લાસ્ટિક વેસ્ટમાં લાગેલી આગને કાબૂમાં લેવા 5 ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. જોકે, આગની ઘટનાને ત્રણ કલાકથી વધુ સમય થયો હોવા છતાં પણ હજુ સુધી આગ પર કાબૂ મેળવાયો નથી. સ્થાનિક સુધારાઈના બે ફાયર ફાઇટર સાથે ખાનગી ટેન્કર, ગાંધીધામ સુધારાઈ અને ERCના મળી કુલ 7 થી 8 વાહનો આગને કાબૂમાં લેવા કાર્યરત બન્યા છે. ભંગારના વાડા માલિકને લાખોનું નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

કચ્છ અંજારમાં પ્લાસ્ટિકના ભંગારના વાડામાં ભીષણ આગ લાગતા લાખોનો માલ બળીને ખાક

અંજાર GIDCમાં પ્લાસ્ટિક ભંગારના વાડામાં લાગેલી આગને કાબૂમાં લેવી મુશ્કેલ બની રહી છે. ફાયર વિભાગ દ્વારા આગ પર સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. આગથી વાડા માલિકને લાખો રૂપિયાની નુકસાની થવાનો અંદાજ તેમના નજીકના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

પ્લાસ્ટિક આધારિત વિવિધ કંપનીઓમાં જતું આયાતી ઇન્દ્રસ્ટ્રીયલ પ્લાસ્ટિક ખૂબ કિંમતી હોય છે. તેના વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ જથ્થામાં ભડકેલી આગ અથાગ પ્રયત્નો બાદ પણ કાબૂમાં આવી રહી નથી. આજે બપોરે 1 વાગ્યા બાદ ભંગારના વાડા બહાર પડેલા જથ્થામાંથી આગ લાગવાની શરૂઆત થઈ હતી, જે થોડી વારમાં જ વાડાની અંદર તરફ ફેલાઈ ગઈ હતી અને બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તેમજ દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *