UIDAIની ડોરસ્ટેપ સર્વિસ,ઘરેબેઠા બની જશે આધાર કાર્ડ

UIDAIની ડોરસ્ટેપ સર્વિસ,ઘરેબેઠા બની જશે આધાર કાર્ડ

આધાર કાર્ડ જાહેર કરનારી સંસ્થા UIDAIની ડોરસ્ટેપ સર્વિસ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જેનાથી ટૂંક સમયમાં તમે પોતાના દરવાજા પર આધાર કાર્ડ સેવાઓ પ્રાપ્ત કરી શકશો. પોસ્ટમેન તમારી સ્પીડ-પોસ્ટ આપ્યાં સિવાય ટૂંક સમયમાં તમારા ઘરે આધાર સેવા પ્રદાન કરશે.

પોસ્ટમેન આ માધ્યમથી ઘરે-ઘરે જઇને આધાર સેવા પહોંચાડશે. UIDAIએ કહ્યું કે તે હવે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના 48,000 પોસ્ટમેનને દૂર-દૂરના વિસ્તારમાં ઘરે-ઘરે જવા અને આધાર નંબરને મોબાઈલ નંબરો સાથે જોડવા, વિવરણ અપડેટ કરવા, આ સાથે નવા આધારની નોંધણી કરવાની સુવિધા આપશે. આ સુવિધા હેઠળ દૂર-દૂરના વિસ્તારમાં રહેતા લોકોને જોડવામાં આવશે. 

UIDAIની ડોરસ્ટેપ સર્વિસ,ઘરેબેઠા બની જશે આધાર કાર્ડ

યુઆઈડીએઆઈના એક વરિષ્ઠ અધિકારીએ વેબસાઈટને માહિતી આપતા કહ્યું કે યોજનાના બીજા ભાગમાં બધા 1,50,000 પોસ્ટના અધિકારીઓને કવર કરવામાં આવશે. અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે યુઆઈડીએઆઈ હેઠળ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેને ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવો અને વધુમાં વધુ નાગરિકોને નોંધણી કરાવવાનો છે. 

યુઆઈડીએઆઈની આ યોજના હેઠળ વાત કરતા કહ્યું કે આ આધાર કાર્ડ ધારકોને આવશ્યક વિવરણને અપડેટ કરાવવા માટે પોસ્ટમેનને આવશ્યક ડિજિટલ ગિયર જેવા ડેસ્કટૉપ અથવા લેપટોપ આધારીત કિટ પ્રદાન કરશે. અધિકારીએ કહ્યું કે અત્યાર સુધી બાળકની નોંધણી માટે ટેબલેટ અને મોબાઈલ-આધારિત કિટનો ઉપયોગ કરીને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *