
India’s first female combat aviator / કેપ્ટન અભિલાષા બરાક બન્યાં ભારતના પહેલા મહિલા કોમ્બેટ એવિએટર/ ABhilasha Barak

સામાન્ય જીવનમાં જ નહીં પરંતુ હવે આર્મીમાં પણ મહિલાઓ પુરુષો સાથે ખભેખભો મિલાવીને ચાલી રહી છે. ભારતીય સેનાને બુધવારે આર્મી કોર્પ્સના રૂપમાં પોતાની પહેલી મહિલા અધિકારી મળી છે. કેપ્ટન અભિલાષા બરાક આ સિદ્ધિ મેળવનારી પ્રથમ મહિલા બન્યાં છે.
ભારતીય સેના અનુસાર કેપ્ટન (ABhilasha Barak) અભિલાષા બરાકે સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂરી કરી છે. જે બાદ કેપ્ટન અભિલાષાને (ABhilasha Barak) કોમ્બેટ એવિએટર તરીકે આર્મી એવિએશન કોર્પ્સમાં સામેલ કરવામાં આવી છે.
ભારતીય સેના અનુસાર કેપ્ટન (ABhilasha Barak) અભિલાષાને સેનાના 36 પાયલટો સાથે આ પ્રતિષ્ઠિત વિંગથી નવાજવામાં આવી છે. સેના અનુસાર 15 મહિલા અધિકારીઓએ આર્મી એવિએશનમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ પાયલોટ એપ્ટીટ્યૂડ બેટરી ટેસ્ટ અને મેડિકલ તપાસ બાદ માત્ર બે અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે.

અવની ચતુર્વેદી ફાઇટર જેટ ઉડાવનારી પ્રથમ ભારતીય મહિલા બની
ગયા વર્ષે જૂનમાં પહેલી વખત બે મહિલા અધિકારીઓની હેલિકોપ્ટર પાયલટની ટ્રેનિંગ માટે પસંદગી કરવામાં આવી હતી. બંનેને નાસિકની કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલમાં તાલીમ આપવામાં આવી હતી. હાલ ઉડ્ડયન વિભાગમાં મહિલાઓને એર ટ્રાફિક કંટ્રોલ અને ગ્રાઉન્ડ ડયુટીની જવાબદારી સોંપવામાં આવે છે. પરંતુ હવે આ મહિલા અધિકારીઓ પાઇલટ તરીકેનો કાર્યભાર સંભાળશે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં વાયુસેનાના ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદી ફાઈટર વિમાન ઉડાવનારી પહેલી ભારતીય મહિલા બની હતી.
