Godhra : ગોધરા સાઈ બાબા આરોગ્ય ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું /Blood donation camp

રક્તદાન

Godhra : ગોધરા સાઈ બાબા આરોગ્ય ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું /Blood donation camp

રિપોર્ટ:બીના પટેલ

ગોધરા ગામે રક્તદાન એ મહાદાન સૂત્ર ને સાર્થક કરાયું

પંચમહાલ જિલ્લા ના ગોધરા ગામે સ્વ.ચંદ્રિકાબેન રજનીકાંત સોની ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપતા ભક્તિબેન સોની તથા સાઈ બાબા આરોગ્ય ટ્રસ્ટ , સોની યુવા ગ્રુપ,તથા વી ક્લબ સનશાઇન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું તારીખ ૨૨/૫/૨૦૨૨ રવિવારના રોજ સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ દરમિયાન ગંગોત્રીનગર સોસાયટીના કોમન પ્લોટમાં બામરોલી રોડ ગોધરા ખાતે રક્તદાન કરાયું હતું.જેમા સર્વે રક્તદાતાઓ એ રક્તદાન એજ મહાદાન અને સમાજસેવા સાર્થક કરવા માટે 52 સભ્યો એ રક્તદાન કર્યુ હતું. આ રક્તદાન કેમ્પ માં મહિલાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. દરેક રક્તદાતાઓ નો ભક્તિ સોની તથા ટ્રસ્ટ ના આગેવાનો આભાર વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *