રાજધાની ટ્રેનની સુવર્ણ જયંતી

રાજધાની ટ્રેનની સુવર્ણ જયંતી:1972માં 8 કોચ હતા, હાલ 22 છે, ટ્રેક-એન્જિન અપડેટ થયાં છતાં 50 વર્ષમાં સ્પીડ 120થી વધી 130 થઈ

મુંબઇ-વડોદરા-દિલ્હી વચ્ચે દોડતી રાજધાની એક્સપ્રેસની સફરનાં 50 વર્ષ 17 મેએ પૂરાં થશે. જોકે એન્જિન-કોચ બદલાયા અને ટ્રેક અપડેટ થયા છતાં ટ્રેનની સ્પીડ 120 કિમીથી વધી 130 થઈ છે અને દિલ્હી-મુંબઇ વચ્ચેનો સમયગાળો માત્ર 4 કલાક ઓછો થયો છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમીત ઠાકુરે જણાવ્યું કે, આ ટ્રેન શરૂઆતમાં 19 કલાક અને 5 મિનિટમાં પહોંચતી હતી, હવે ટ્રેનનો સમય 15 કલાક અને 50 મિનિટ કરી દેવાયો છે. 4 વર્ષમાં ટ્રેક અપગ્રેડેશન બાદ રાજધાની પ્રતિ કલાક 160 કિમીની ઝડપે દોડવા લાગશે, જેથી રાજધાની એક્સપ્રેસનો યાત્રા સમય 12 કલાક થઇ જશે. રાજધાની એક્સપ્રેસ હાલ 1385.8 કિમીનું અંતર 15 કલાકને 50 મિનિટમાં કાપે છે. રાજધાની ટ્રેન પ્રથમવાર દોડી હતી ત્યારે 8 કોચ હતા, જ્યારે હાલ 22 કોચ સાથે ટ્રેન દોડે છે.

હાલ રાજધાનીમાં ત્રણ કેટેગરી છે

■ થર્ડ AC : 1150 સેકન્ડ AC : 1700 ફસ્ટ AC : 2300 (વડોદરાથી મુંબઈ)

■ થર્ડ AC : 3050 સેકન્ડ AC : 4112 ફસ્ટ AC : 6100 (વડોદરાથી દિલ્હી )

મુંબઇ-દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન પ્રથમવાર દોડી ત્યારે ટ્રેનમાં 312 યાત્રીની ક્ષમતા હતી. હાલની ક્ષમતા 1153 યાત્રીની છે. તે સમયે રાજધાની એક્સપ્રેસ વધુમાં વધુ પ્રતિ કલાક 120 કિમીની ઝડપે દોડતી હતી, હાલ આ ટ્રેન વધુમાં વધુ પ્રતિ કલાક 130ની ઝડપે દોડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *