ગુજરાત ATSએ 1993 મુંબઈ બ્લાસ્ટ કેસના 4 આરોપી અને દાઉદના સાગરિતને અમદાવાદમાંથી ઝડપી લીધા

ગુજરાત ATSએ 1993 મુંબઈ બ્લાસ્ટ કેસના 4 આરોપી અને દાઉદના સાગરિતને અમદાવાદમાંથી ઝડપી લીધા

ગુજરાત ATS દ્વારા 1993 મુંબઈ બ્લાસ્ટ કેસ મામલે દાઉદ ગેંગના ચાર સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે. અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા, ડી.સૈયદ કુરેશીને અમદાવાદમાંથી ઝડપી લેવામાં આવ્યા છે.અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીએ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે પોતાના ઠેકાણા બદલી નાંખ્યા હતા. તેના પાસપોર્ટમાં લખેલી તમામ માહિતી ફેક નીકળી છે. તપાસમાં સામે આવ્યા મુજબ, આ ચારેય શખ્સ 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસના આરોપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *