ડૂબી જવાની બે ઘટનામાં ત્રણ લોકોનાં મોત:ખેડાની મહિસાગર નદીમાં ચાર યુવકો ડૂબી જતાં એકનું મોત, ત્રણ લાપત્તા; ઝારોલના તળાવમાં ડૂબી જતાં 2 કિશોરના મોત

ખેડા જિલ્લામાં ધુળેટી પર્વની ઉજવણી વચ્ચે તળાવ, નદીમા ડૂબી જવાની બે ઘટનાઓ બની છે. આ બંને ઘટનાઓમાં કુલ ત્રણ મોત થયા છે. મહિસાગર નદીમાં 4 યુવાનો તો વસોના ઝારોલ પાસે પણ તળાવમાં 2 કિશોરો ડૂબ્યાની ઘટના સામે આવી છે. જેના કારણે પરિવારોમાં ખુશીનો તહેવાર માતમમાં ફેરવાયો છે.એક બનાવ વસો તાલુકા ઝારોલ ગામે બન્યો છે.

અહીયા આજે ધુળેટી પર્વ પર ગામના તળાવમાં ન્હાવા પહેલા બે બાળકો તળાવના પાણીમા ડૂબી જતા મોતને ભેટ્યા છે. 14 અને 15 વર્ષના કિશોરો પ્રિતેશ અજીતભાઈ સોલંકી અને સાગર અજીતભાઈ સોલંકી નામના કિશોરો ડૂબી જવાથી મોતને ભેટ્યા છે. હાલ મૃતક કિશોરોની ડેડ બોડીના પીએમની કાર્યવાહી નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *