ધોરડો ખાતે રણોત્સવ રંગેચંગે સંપન્ન, આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓએ રણોત્સવનો અદભુત નજારો માણ્યો

કચ્છનું સફેદ રણ દેશ-વિદેશમાં પ્રખ્યાત થયું છે. દેશભરમાંથી તેમજ વિદેશથી પણ લોકો ખાસ કચ્છનું સફેદ રણ જોવા આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે લોકોએ ઘરથી દૂર ઘરની લાગણી મેળવવા પોતાના મનગમતા સફેદ રણની મુલાકાતે આવ્યા હતા અને રણોત્સવનો આનંદ માણ્યો હતો . 
આ વર્ષે નવેમ્બરથી શરુ થયેલો રણોત્સવ 20 ફેબ્રુઆરી સુધી ચાલ્યો હતો. કચ્છની સંસ્કૃતિ, સભ્યતા,હસ્તકળા અને પ્રવાસનના વિવિધ પાસાઓ ઉજાગર થયા હતા. કોરોનામાં માનસિક રીતે અસ્ત વ્યસ્ત થયેલા પ્રવાસીઓએ અહીં રાહતનો શ્વાસ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રોજેકટને સરકાર દરવર્ષે પ્રવાસનને લઈને વેગ આપી રહી છે ત્યારે આવનારા વર્ષોમાં અહીં સુવિધાઓ વધારવા માટે પણ રાજ્ય પ્રવાસન મંત્રાલયએ તૈયારીઓ આદરી છે .
ટેન્ટસિટી PRO અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે,આ વર્ષે રણોત્સવની થીમ “રણ કે રંગ” રાખવામાં આવી હતી. રણના રંગ ક્યારેય ખતમ નથી થતા. આ રંગોને નિહાળવા આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *