
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે તીર્થ સ્નાન અને દાન કરવાથી બત્તીસ ગણું પુણ્ય ફળ મળે છે. એટલે તેને બત્તીસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. પૂર્ણિમા તિથિ ભગવાન વિષ્ણુ અને ચંદ્ર દેવને સમર્પિત કરવામાં આવે છે.
સૂર્ય પૂજાઃ આ પર્વ મહા મહિનાના સુદ પક્ષનો છેલ્લો દિવસ હોય છે. આ દિવસોમાં કરવામાં આવતી સૂર્ય પૂજાથી રોગ અને દોષ દૂર થઈ જાય છે. એટલે આ દિવસે સવારે જલ્દી જાગીને ભગવાન સૂર્યને જળ ચઢાવવામાં આવે છે. ઉત્તરાયણ હોવાથી આ દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવાથી ઉંમર વધે છે અને બીમારીઓ દૂર થાય છે. આ દિવસે સ્નાન કર્યા પછી ૐ ધૃણિ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરીને સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ.
ચંદ્ર પૂજાઃ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પૂનમના દિવસે ચંદ્રને આપવામાં આવતું અર્ઘ્ય પિતૃઓ સુધી પહોંચે છે. જેથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. મહા મહિનાની પૂનમના દિવસે ચંદ્ર પોતાના મિત્ર સૂર્યની રાશિમાં રહેશે. એટલે તેનો પ્રભાવ વધી જશે. વિદ્વાનો પ્રમાણે સ્વસ્થ રહેવા માટે આ દિવસે ઔષધીઓને ચંદ્રના પ્રકાશમાં રાખેલું ભોજન આપવું જોઈએ. આવું કરવાથી બીમારીઓમાં રાહત મળે છે.