93 વર્ષની વયે બનુઆઈ માતાજીએ દેહત્યાગ કર્યો

કેશોદ નજીક આવેલા સોનલધામ મઢડા મંદિરમાં બિરાજમાન બનુઆઇ માતાજીએ 97 વર્ષની વયે દેહત્યાગ કર્યો છે. બનુઆઇ દેવલોક પામ્યાના સમાચાર મળતા જ માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા ચારણ સમાજમાં શોકની લાગણી પ્રસરી છે. બનુઆઇના પાર્થિવદેહને આવતીકાલે સમાધી આપવામાં આવશે. સોનલ માતાજીના બહેન બનુઆઈ ઘણા સમયથી બિમાર હતા.
વર્ષોથી માંની ભક્તિ કરતા અને માત્ર સોરઠ જ નહીં ગુજરાત જ નહીં વિશ્વમાં પૂજાતા પૂ. બનુઆઇ દેવલોક પામતાં સર્વત્ર શોક છવાયો છે. બનું આઇની ઓચિંતી વિદાયથી આસ્થા ધરાવતા દેશ-વિદેશ સહિત રાજ્યભરમાં રહેતા હજારો ભક્તો અને સરવકોમાં શોક વ્યાપી ગયો છે. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં સેવકો કેશોદ તાલુકાના મઢડા ખાતેના સોનલ મંદિરએ આવી રહ્યાનું જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *