મહુવા: લવજેહાદનો શિકાર બની સીંધી સમાજની દિકરી

મહુવા પંથકની એક સગીરાને લવજેહાદ માટે મહુવાનો યુવાન લલચાવી,ફોસલાવી, લગ્નની લાલચ આપી ભગાડી ગયા બાદ તેની પર અવાર-નવાર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદ મહુવા પોલીસ મથકમાં આજે નોંધાતા આ વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો હતો જયારે મહુવા પોલીસે આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાલિતાણા લવજેહાદનો શિકાર બનેલી સીંધી સમાજની દિકરીને ભાવનગર સીંધી જનરલ પંચાયતની તથા રાજયગૃહમંત્રી અને પોલીસ વિભાગની અથાગ મહેનતથી પાલિતાણામાં પરત લવાઇ હતી ત્યાંજ મહુવા પંથકની એક સગીરાને લવજેહાદ માટે મહુવામા રહેતા નવાબ હુસેનભાઇ સીકંદરભાઇ પઠાણ નામનો યુવાન સગીર વયની હોવાનું જાણવા છતા લલચાવી ફોસલાવી, લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. બાદ તેણીને જુદી-જુદી જગ્યાએ ફેરવી તેની પર અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરીયાદ સગીરાએ મહુવા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *