
ગુરુવારે સાંજે ઘટના પછી હુમલાખોર ઘટના સ્થળે હથિયાર છોડીને ફરાર થઈ ગયા હતા. એક હુમલાખોરને ઘટનાના થોડા સમય પછી પોલીસે પકડી લીધો હતો. તેનું સચિન છે. તે ગ્રેટર નોયડા સ્થિત પૂર્વ CM માયાવતીના ગામ બાદલપુરનો રહેવાસી છે.મોડી સાંજે ફરાર બીજો આરોપી શુભમની પણ પોલીસે ગાઝિયાબાદ જિલ્લાના સિહાની ગેટ પાસેથી પકડી લીધો.
ઓવૈસી ગુરુવારે સાંજે મેરઠ જિલ્લાના કિઠોર ક્ષેત્રમાં એક સભા કરીને હાપુડ-ગાઝિયાબાદ થઈ દિલ્હી જઈ રહ્યાં હતા. હાપુડના પિલખુઆ એરિયામાં નેશનલ હાઈવે પર છિજારસી ટોલ પ્લાઝા પાસે પસાર થયા તે દરમિયાન બે યુવકોએ ઓવૈસીના કાફલા પર ફાયરિંગ કર્યું હતું. જેમાં બે ગોળી ઓવૈસીની ગાડીના નીચેના ભાગે વાગી હતી. જેમાં તેની કારમાં છેદ થઈ ગયા છે. ફાયરિંગથી ટોલ પ્લાઝા પાસે ભાગદોડ મચી ગઈ હતી. ગાઝિયાબાદ અને હાપુડ જિલ્લાની પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી.
હાપુડ SPએ જણાવ્યું કે બે યુવક દ્વારા ફાયરિંગની માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે ફોર્સ પહોંચી ગઈ. એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી, જેની પૂછપરછ ચાલી રહી છે. ઘટનામાં ઉપયોગ હથિયાર પણ જપ્ત કરાયું છે. તેનાથી જ ફાયરિંગ કરાયું હતું. બીજા આરોપીની તલાશ માટે 5 ટીમ લગાડવામાં આવી હતી અને તેની પણ ધરપકડ કરાઈ છે.