દો.વાસણા ગામના સરપંચની સરાહનીય કામગીરી: ખાડામાં ગરકાવ થયેલી ગાયને રેસ્ક્યુ કરી અંતિમક્રિયા કરી

ગાંધીનગર તાલુકાના દોલારાણા વાસણા ગામે નાગણેશ્વરી માતાજીના મંદિર નજીક ખાડામાં ગાય ખાબકતા મૃત્યુ નીપજ્યુ હતુ ગ્રામજનો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના કર્મચારી દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો કે અમારી પાસે સ્ટાફ ઓછો છે અને અમે VVIP બંદોબસ્તમાં વ્યસ્ત છે. જેથી અમારી ટિમ આવી નહીં શકે ગાયનું જે સ્થળે મોત થયું હતું તે સ્થળ નજીક જ ગામનું ભવ્ય નાગણેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે તહેવારોમાં તેમજ અન્ય દિવસે પણ ગ્રામજનો મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે જેની દુર્ગંધથી રોગચાળો ફાટી નીકળવાનો ભય હતો સમગ્ર માહિતી ફાયર બ્રિગેડને આપવા છતાં ફાયર બ્રિગેડના કર્મચારી દ્વારા ઉડાઉ જવાબ આપ્યો હતો અને વાતની ગંભીરતા લીધી નોહતી

ગામના સરપંચ અને યુવાનોએ ગાયનું રેસ્ક્યુ કર્યુ

ત્યારબાદ સરપંચ વિરસંગજી ઠાકોરને જાણ કરતા તાબડતોબ તેઓ સ્થળ ઉપર આવી પોહચ્યા હતા અને ગાયને કેવી રીતે રેશકયુ કરી બહાર કાઢવી તેની ચર્ચા વિચારણા કરી બે કલાકની જહેમત બાદ ગાયને રેસ્ક્યુ કરવામાં આવી હતી ત્યારબાદ સાબરમતી નદીના પટમાં ઊંડો ખાડો કરી બ્રાહ્મણ બોલાવી મંત્રોચ્ચાર કરી અંતિમક્રિયા કરવામાં આવી હતી.ગાયને રેકસયું કરવામાં ગ્રામજનોના યુવાનો અને સરપંચ દ્વારા સરાહનીય કામગીરી કરી હતી અને ગાયમાતાને સન્માન પૂર્વક અંતિમક્રિયા કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *