યુવાઓમાં રહેલ કૌશલ્યને સાચી દિશા મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: રાજ્ય શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા

SSIT ભાટ ખાતે વેસ્ટ ઝોન ઇન્ડિયા રીજીઓનલ સ્કીલ કોમ્પીટિશનની મુલાકાત લેતા રાજ્ય શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા

૬ ટેકનિકલ સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરતા ૫ રાજ્યોના ૪૧ પ્રતિસ્પર્ધીઓ

     શ્રી સ્વામિનારયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ભાટ ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ વેસ્ટ ઝોન ઇન્ડિયા રીજીઓનલ સ્કીલ કોમ્પીટિશનની મુલાકાત લઈ સ્પર્ધકોના ઉત્સાહમાં વધારો કરતા કહ્યું કે, યુવાઓમાં રહેલ કૌશલ્યને સાચી દિશા મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.મંત્રી વાઘેલાએ કહ્યું કે, કૌશલ્ય વિકાસ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય યુવાનોની ક્ષમતાને ઓળખવાનો અને તેમને તેમની મહત્વાકાંક્ષાઓ હાંસલ કરવામાં મદદરૂપ થતા યોગ્ય માર્ગદર્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તકો અને પ્રોત્સાહન સાથે સેવા આપવાનો છે.મંત્રી એ ઉમેર્યું કે, દરેક વ્યક્તિ માટે શિક્ષણ અને કૌશલ્ય આવશ્યક છે. આ બંને દરેક વ્યક્તિની કારકિર્દીની સફરમાં સાથે સાથે ચાલે છે.  તેઓ દેશના આર્થિક વિકાસ અને સામુદાયિક વિકાસ પાછળના મૂળ છે.  તેથી કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને દેશમાં તેમના કૌશલ્ય ભાગીદારો સાથે યુવાનોને કૌશલ્ય વિકાસ પ્રદાન કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે.

SSIT ભાટ ખાતે યોજાયેલ વેસ્ટ ઝોન ઇન્ડિયા રીજીઓનલ સ્કીલ કોમ્પીટિશનમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ પાંચ રાજ્યોના ૪૧ પ્રતિસ્પર્ધીઓએ ઇલેક્ટ્રોનિક્સ, પ્લમ્બિંગ અને હીટિંગ, રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગ, મોબાઈલ રોબોટિક્સ, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન તેમજ આઇટી નેટવર્ક અને સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન જેવી ૬ ટેકનિકલ સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.આ કાર્યક્રમમાં એન.એસ.ડી.સી ના મુખ્ય અધિકારી જયકાંત સિંઘ, કારોબારી કમિટીના ચેરમેન જીજ્ઞેશ પટેલ અને સ્વામિનારયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી – ભાટના ટેકનીકલ શિક્ષણના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *