ગાંધીનગર સેકટર 21 મા તમામ 182 ધારાસભ્ય ના રહેણાંક ક્વોટર્સ આવેલા છે. ત્યાં ગઈ કાલે મોડી રાત્રે છેડતીની ઘટનાનો બનાવ બનતા ગાંધીનગર માં ચકચાર મચી જવા પામી છે.વાત જાણે એમ છે કે, ધારાસભ્ય ના સદસ્ય નિવાસ બ્લોક1 માં એક ધારાસભ્યના ત્યાં એક યુવક છેલ્લા ઘણા સમયથી રહે છે જેણે બ્લોક ન.4 માં રહેતા બીજા ધારાસભ્યના નિવાસમાં રહેતી ત્રણેક યુવતીઓ રાત્રે અગાસીમાં બહાર બેઠી હતી ત્યારે બ્લોક ન. 1 માં રહેતા યુવકે છેડતી કરી હતી.પોલીસ સ્ટેશન મામલો પોહચે તે પહેલા જ સમાધાન થઈ ગયુ
છેડતીનો બનાવ બનતા MLAક્વાટર્સ માં લોકો ભેગા થઈ ગયા હતા અને મોડી રાત સુધી મામલો ગરમાયો હતો અને MLA ક્વોટર્સ ની ઇન્કવાયરી ઑફિસે પહોંચ્યો હતો.મામલો વધુ બીચકતા બન્ને ધારાસભ્યોને જાણ કરવામાં આવી હતી.બને ધારાસભ્યો એ યુવકને સમજાવી માફી મંગાવી મામલો થાળે પાડી સમગ્ર બનાવ સંદર્ભે ભીનું સંકેલી લીધું હતું.છેડતી કરનાર યુવક જેના નિવાસસ્થાનમાં રહેતો હતો તે ધારાસભ્ય એ જણાવ્યું હતું કે મને સમગ્ર મામલે જાણ થતાં મેં તે યુવક ને ક્વોટર્સ પર નહિ આવવા જણાવી દીધું છે..તે માત્ર મારા વિસ્તારનો છે અને અહીં ભણવા માટે આવ્યો હતો. તે મારા કોઈ સગામાં નથી.પરંતુ છેડતીના ગંભીર બનાવને જોતા કહી શકાય કે જો પાટનગરના MLA ક્વોટર્સ માં યુવતી ઓની છેડતી થતી હોય તો એ સરકાર માટે શરમજનક ઘટના કહી શકાય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

