કડી સર્વ વિશ્વ વિદ્યાલય જર્નાલીઝમ વિભાગ દ્વારા જર્નાલીઝમનું પરિણામ જાહેર કરાયું: ઉચ્ચ ટકાવારી સાથે વિધાર્થીઓએ મેદાન માર્યું

ગાંધીનગર કડી સર્વ વિધ્યાલયના જર્નાલીઝમ વિભાગ દ્વારા જર્નાલીઝમનુ આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું તમાં 1 થી 3 નંબર મેળવેલ વિધાર્થીઓએ ઉચ્ચ ટકાવારી સાથે મેદાન માર્યું છે.ગાંધીનગર કડી સર્વ વિશ્વ વિદ્યાલય દ્વાર કોરોના મહામારીમાં ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી.અને શિક્ષકો દ્વારા તનતોડ મહેનત કરીને નવ યુવાનો પત્રકારત્વમાં ભવિષ્ય ઉજળું કરે તે હેતુથી રાત દિવસ મહેનત કરાવી હતી.અને કોરોના મહામારી હોય કે કોઈ પણ મુશ્કેલી સમયે પત્રકારત્વ કેવી રીતે પોતાની કામગીરી કરવી તેનુ અલગ અલગ તજજ્ઞો દ્વારા ઊંડાણ પૂર્વક જ્ઞાન આપવામાં આવ્યું હતું અને વિધ્યાર્થીઓએ સખત મહેનત કરી ઉચ્ચ ટકાવારી સાથે પરીણામ મેળ્વ્યુ હતુ. તમામ વિધાર્થીઓને જુસ્સા સાથે સંયમ રાખી પત્રકારત્વ કરવાનું પણ જ્ઞાન આપ્યું હતું.

*પત્રકાર લોકશાહીનો ચોથો સ્તંભ

પત્રકાર લોકશાહીનો ચોથો સ્તંભ કહેવાય છે.પત્રકાર પળે પળની ખબર આપતા રહ્યાં છે.અને  જ્યાં કાંઈ ખોટું થઇ રહયું હોય તો તેને જનતા સમક્ષ લાવતા રહ્યાં છે.જરૂર પડે તો તંત્રનો કાન પણ આમળ્યો છે.અને જ્યારે કોઈ સારી બાબત જણાઈ તો તેને પ્રસિદ્ધિ આપીને પ્રશંસા પણ કરી છે.કોરોના મહામારીમાં પણ પત્રકારોએ સતત ખડેપગે પોતની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે..

*કડી સર્વેવિશ્વ વિધ્યાલયના 1 થી 3 નંબર  મેળવેલ તજજ્ઞો વિધાર્થીઓની યાદી..

1..જગદીશભાઈ શાહ..9.20 CPI

2..ડામોર સુસ્મિતા..8.80 CPI

    નાકરાની દિનેશચંદ્ર…8.80 CPI

3…જાની કાર્તિકકુમાર..8.60 CPI

     શાહ નિકિતા…8.60 CPI

                 ખુબ ખુબ અભીનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *