ભુજમાં HSRP નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ અંગે RTOની સઘન કાર્યવાહી, 86 વાહનો સામે દંડ

ભુજમાં HSRP નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ અંગે RTOની સઘન કાર્યવાહી, 86 વાહનો સામે દંડ

ભુજ-કચ્છ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ‘સેવા મારું યોગદાન’ અંતર્ગત માર્ગ સલામતીને ધ્યાનમાં રાખી તા. 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2026 દરમિયાન વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ દરમિયાન નિયમ મુજબની HSRP નંબર પ્લેટ વગરના તેમજ વાહનોમાં બ્લેક ફિલ્મ (કાળા કાચ) લગાવીને પરિવહન કરતા વાહનો સામે મોટર વાહન અધિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન કુલ 86 વાહનોને ચલણ ઈસ્યુ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

RTO અધિકારીઓ દ્વારા વાહનચાલકોને નિયમ મુજબની HSRP નંબર પ્લેટ લગાવવા, વાહનોમાંથી બ્લેક ફિલ્મ દૂર કરવા તેમજ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *