
No UPI Day on October 2 ઓક્ટોબરે દેશમાં ‘નો UPI ડે’નું એલાન

No UPI Day on October 2 દેશમાં ડિજિટલ પેમેન્ટના સૌથી લોકપ્રિય માધ્યમોમાંના એક UPIને લઈને વેપારી સંગઠનોએ વિરોધનું એલાન કર્યું છે. વેપારી સંગઠનો દ્વારા આગામી 2 ઓક્ટોબર, ગાંધી જયંતીના દિવસે ‘No UPI Day’ મનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
વેપારીઓનો આ વિરોધ 15 ઓક્ટોબરથી ₹2,000થી વધુના UPI વ્યવહારો પર લાગુ થનારા 0.4 ટકા ચાર્જ સામે છે. વેપારી સંગઠનોનું કહેવું છે કે વધારાના ચાર્જથી ખાસ કરીને ઓછા નફાના માર્જિન પર કામ કરતા નાના વેપારીઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સના ખર્ચમાં વધારો થશે.
No UPI Day on October 2 : QR કોડ અને સાઉન્ડબોક્સ ઢાંકીને વિરોધ
વેપારી સંગઠનોએ જાહેર કરેલા વિરોધ કાર્યક્રમ હેઠળ 2 ઓક્ટોબરે વેપારીઓ પોતાના UPI QR કોડ, સ્કેનર અને સાઉન્ડબોક્સ સહિતના ડિજિટલ પેમેન્ટ ઉપકરણોને કાળા કપડાથી ઢાંકીને વિરોધ નોંધાવશે.
સંગઠનોનું કહેવું છે કે વેપારીઓએ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપીને કેશલેસ વ્યવહારોને વેગ આપ્યો છે. હવે ડિજિટલ વ્યવહારો પર વધારાનો ચાર્જ લાગુ કરવામાં આવે તો તેનો સીધો બોજ વેપારી વર્ગ પર પડશે.
No UPI Day on October 2 : સરકાર પાસે ચાર્જ પાછો ખેંચવાની માંગ
વેપારી સંગઠનો દ્વારા સરકાર સમક્ષ આ નિર્ણય પર પુનર્વિચાર કરી પ્રસ્તાવિત ચાર્જને પાછો ખેંચવાની માંગ કરવામાં આવી છે. સંગઠનોએ ચેતવણી આપી છે કે જો નિર્ણયમાં ફેરફાર નહીં થાય તો આગામી સમયમાં વિરોધ વધુ વ્યાપક બનાવવામાં આવી શકે છે.
No UPI Day on October 2 : ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર્સ ફેડરેશન (AICPDF)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ધૈર્યશીલ પાટિલના જણાવ્યા અનુસાર, રિટેલ વેપારીઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સ પહેલેથી જ ઓછા નફાના માર્જિન સાથે કામ કરે છે. આવા સંજોગોમાં ડિજિટલ પેમેન્ટ પર વધારાનો ખર્ચ વેપારની કામગીરીને અસર કરી શકે છે.
વેપારી સંગઠનોનો મત છે કે ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાનો મુખ્ય હેતુ વ્યવહારોને સરળ અને ઝડપી બનાવવાનો હોવો જોઈએ. તેથી UPI ટ્રાન્ઝેક્શન પર વધારાનો ખર્ચ લાદવાના નિર્ણય અંગે સરકાર અને સંબંધિત સંસ્થાઓએ વેપારીઓની ચિંતાઓને ધ્યાનમાં લેવી જોઈએ.
