CRIME અબડાસાના ખાનાયમાં એલસીબીનો દારૂના જથ્થા પર દરોડો: રૂ. 18.71 લાખના શરાબ સાથે એક ઝડપાયો

CRIME અબડાસાના ખાનાયમાં એલસીબીનો દારૂના જથ્થા પર દરોડો: રૂ. 18.71 લાખના શરાબ સાથે એક ઝડપાયો

CRIME વાડીની ઓરડીમાં ગુપ્ત જગ્યામાં સંતાડેલો 9,456 બોટલ શરાબ અને 1,560 બિયર ટીનનો જથ્થો ઝડપાયો; કુલ રૂ. 28.76 લાખનો મુદ્દામાલ કબજે

CRIME અબડાસા તાલુકાના ખાનાય ગામથી સોઢા કેમ્પ તરફ જતા માર્ગ પર આવેલી વાડીમાં એલસીબીએ દરોડો પાડી રૂ. 18,71,280ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 28,76,280નો મુદ્દામાલ કબજે કરી અન્ય બે શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે.

CRIME મળતી વિગતો મુજબ, એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, જીતુભા મંગળસિંહ સોઢા રહે. સોઢા કેમ્પ, ખાનાય, તા. અબડાસા પોતાની કબજા ભોગવટાની વાડીમાં રાજ્ય બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી વાડીની ઓરડીમાં સંતાડી રાખે છે.

CRIME બાતમીના આધારે એલસીબીની ટીમે વાડીમાં દરોડો પાડ્યો હતો. દરમિયાન ઓરડીમાં ખેતસંબંધિત પાઇપ અને સાધનોની પાછળ એક વ્યક્તિ ઘૂસી શકે તેવી જગ્યામાંથી અંદર જતા લાંબી અલાયદી ઓરડી મળી આવી હતી. આ ઓરડીમાં સંતાડેલો શરાબનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે અલગ-અલગ બ્રાન્ડની 9,456 શરાબની બોટલો, કિંમત રૂ. 16,74,720, તેમજ 1,560 બિયરના ટીન, કિંમત રૂ. 1,96,560, મળી કુલ રૂ. 18,71,280નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

આ ઉપરાંત ક્રેટા કાર નં. GJ-11-BR-9125 અને બોલેરો પિકઅપ નં. GJ-12-BX-6663, કુલ કિંમત રૂ. 10 લાખ તથા રૂ. 5,000નો મોબાઇલ ફોન મળી કુલ રૂ. 28,76,280નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે નખત્રાણા તાલુકાના ખોંભડી ગામના નવલભા ખેતુભા જાડેજાને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ પ્રકરણમાં જીતુભા મંગળસિંહ સોઢા ઉપરાંત રાજેન્દ્રસિંહ ઉર્ફે રવિરાજસિંહ કુલમા સોઢા રહે. સોઢા કેમ્પ, ખાનાયના નામ ખુલતાં બંનેને ઝડપી પાડવા પોલીસે તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ કાર્યવાહી એલસીબીના પીઆઈ એ.એમ. મકવાણા, પીએસઆઈ જે.બી. જાદવ, એમ.એચ. શીણોલ, એએસઆઈ વીરેન્દ્રસિંહ જાડેજા, વિકેશભાઈ રાઠવા, પ્રદ્યુમનસિંહ ગોહિલ, સુનીલભાઈ પરમાર, હે.કો. મયૂરધ્વજસિંહ જાડેજા, નવીનકુમાર જોશી, રણજિતસિંહ કરણસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, શ્યામ ગઢવી, કોન્સ્ટેબલ ભરત ગઢવી તથા ડ્રાઈવર એએસઆઈ મહેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમે કરી હતી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *