Ganesh Chaturthi : અમદાવાદમાં ગણેશ સ્થાપનાના દિવસે મેઘમહેર, મૂર્તિ વેચતા વેપારીઓની ચિંતા વધી

Ganesh Chaturthi : અમદાવાદમાં ગણેશ સ્થાપનાના દિવસે મેઘમહેર, મૂર્તિ વેચતા વેપારીઓની ચિંતા વધી

Ganesh Chaturthi અમદાવાદ: ગણેશ ચતુર્થીના પાવન દિવસે અમદાવાદમાં વહેલી સવારથી પડેલા ભારે વરસાદે ગણેશ ભક્તો સહિત મૂર્તિ વેચતા વેપારીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ગણપતિ બાપ્પાની મૂર્તિ ખરીદવા માટે નીકળતા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

Ganesh Chaturthi વટવા ચાર માળિયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં મૂર્તિ બજારમાં પણ તેની અસર જોવા મળી હતી. ગણેશજીની મૂર્તિઓ વેચતા નાના વેપારીઓ માટે ગણેશ ચતુર્થીનો દિવસ વેચાણની દૃષ્ટિએ મહત્વનો હોય છે, પરંતુ વરસાદને કારણે ગ્રાહકોની અવરજવર ઘટતાં વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

Ganesh Chaturthi વેપારીઓના જણાવ્યા મુજબ, વરસાદ સતત ચાલુ રહે તો મૂર્તિના વેચાણ પર વધુ અસર પડી શકે છે. વરસાદી માહોલને કારણે વેપારીઓને મૂર્તિઓને સુરક્ષિત રાખવા તેમજ ગ્રાહકો સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે. વેચાણમાં ઘટાડો થતાં આર્થિક નુકસાનીની ચિંતા પણ સતાવી રહી છે.

Ganesh Chaturthi બીજી તરફ, ગણેશજીની સ્થાપના માટે તૈયાર ભક્તોને પણ વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં સ્થાપના સ્થળ સુધી મૂર્તિ લઈ જવામાં અને પંડાલ સુધી પહોંચવામાં વરસાદ અડચણરૂપ બન્યો હતો.

વટવા ઉપરાંત હાટકેશ્વર, બાપુનગર, CTM અને મણિનગર સહિતના વિસ્તારોમાં પણ ગણપતિની મૂર્તિઓના વેચાણ પર વરસાદની અસર જોવા મળી હોવાનું જાણવા મળ્યું છે.

ગણેશ મહોત્સવના પ્રારંભે જ પડેલા ભારે વરસાદે એક તરફ ભક્તોની ઉજવણીમાં મુશ્કેલી ઊભી કરી છે, તો બીજી તરફ ગણપતિની મૂર્તિઓના વેચાણ પર નિર્ભર નાના વેપારીઓ માટે પણ પડકાર ઉભો કર્યો છે. હવે વરસાદમાં ઘટાડો થાય અને આગામી દિવસોમાં ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં બહાર આવે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે.

વધુ સમાચારો માટે અહીં કલિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *