Everest Hing Ban : એવરેસ્ટ-લાલજી ગોધૂની હિંગ ટેસ્ટમાં ફેલ! FSSAIનો સપાટો, વેચાણ પર હંગામી પ્રતિબંધ

Everest Hing Ban : એવરેસ્ટ-લાલજી ગોધૂની હિંગ ટેસ્ટમાં ફેલ! FSSAIનો સપાટો, વેચાણ પર હંગામી પ્રતિબંધ

Everest Hing Ban : દેશની જાણીતી મસાલા બ્રાન્ડ્સ એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ અને લાલજી ગોધૂ એન્ડ કંપની (LG Brand Unit) ની કમ્પાઉન્ડેડ હિંગ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ મોટી કાર્યવાહી કરી છે. લેબોરેટરી તપાસમાં હિંગના સેમ્પલ્સ નિર્ધારિત ગુણવત્તા ધોરણો કરતાં ઓછા જણાતા બંને કંપનીની કમ્પાઉન્ડેડ હિંગના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Everest Hing Ban : FSSAIએ આ કાર્યવાહી ગ્રાહકની ફરિયાદ બાદ શરૂ કરાયેલી માર્કેટ સર્વેલન્સ અને કાયદેસર સેમ્પલિંગના આધારે કરી છે. એવરેસ્ટના મુંબઈ સ્થિત યુનિટ ઉપરાંત ગુજરાતના ઉમરગામ સ્થિત યુનિટમાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. FSSAIના જણાવ્યા મુજબ તપાસવામાં આવેલા કાયદેસર સેમ્પલ્સ સબસ્ટાન્ડર્ડ મળ્યા હતા.

Everest Hing Ban : હિંગમાં જરૂરી પ્રમાણ કરતાં ઓછું આલ્કોહોલ – સોલ્યુબલ એક્સટ્રેક્ટ

FSSAIના નિયમો અનુસાર કમ્પાઉન્ડેડ હિંગમાં ઓછામાં ઓછું 5 ટકા આલ્કોહોલ-સોલ્યુબલ એક્સટ્રેક્ટ હોવું જરૂરી છે. પરંતુ તપાસ દરમિયાન સંબંધિત સેમ્પલ્સમાં આ પ્રમાણ માત્ર 0થી 3 ટકા વચ્ચે જોવા મળ્યું હતું.

FSSAIના જણાવ્યા પ્રમાણે આ પરિણામ દર્શાવે છે કે પ્રોડક્ટમાં જરૂરી પ્રમાણ કરતાં આશરે 30થી 40 ટકા ઓછી કાચી હિંગનો ઉપયોગ થયો હોઈ શકે છે. એવરેસ્ટના કેટલાક અલગ વેરિઅન્ટ્સમાં પણ નિર્ધારિત માપદંડ કરતાં ઓછું આલ્કોહોલ-સોલ્યુબલ એક્સટ્રેક્ટ નોંધાયું હતું.

Everest Hing Ban : લાલજી ગોધૂની હિંગમાં સ્ટાર્ચનું પ્રમાણ ચોંકાવનારું

FSSAIએ લાલજી ગોધૂના યુનિટમાંથી કાચી હિંગના છ અલગ સેમ્પલ્સ લીધા હતા. લેબ ટેસ્ટમાં આ સેમ્પલ્સમાં સ્ટાર્ચનું પ્રમાણ 15થી 32 ટકા વચ્ચે જોવા મળ્યું.

જ્યારે FSSAIના ધોરણો મુજબ કાચી હિંગમાં સ્ટાર્ચનું પ્રમાણ મહત્તમ 1 ટકા સુધી જ માન્ય છે. આથી તમામ છ સેમ્પલ્સ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા.

Everest Hing Ban : બંને કંપનીને એક્શન પ્લાન અને રિકોલના નિર્દેશ

FSSAIએ બંને કંપનીઓને ગુણવત્તા સંબંધિત ખામીઓ દૂર કરવા માટે વિગતવાર એક્શન પ્લાન રજૂ કરવા જણાવ્યું છે. સાથે જ બજારમાં પહેલેથી ઉપલબ્ધ સબસ્ટાન્ડર્ડ પ્રોડક્ટ્સને સ્વૈચ્છિક રીતે પાછા ખેંચવા એટલે કે વોલન્ટરી રિકોલ કરવાની સલાહ આપવામાં આવી છે.

FSSAIએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી ગ્રાહકોના હિત અને જાહેર આરોગ્યની સુરક્ષા માટે કરવામાં આવી છે. કંપનીઓ દ્વારા સંતોષકારક રીતે નિયમોનું પાલન ન થાય ત્યાં સુધી કાયદા હેઠળ આગળની કાર્યવાહી પણ થઈ શકે છે.

Everest Hing Ban : એવરેસ્ટના અન્ય મસાલા પણ તપાસના ઘેરામાં

હિંગ ઉપરાંત એવરેસ્ટના કેટલાક અન્ય મસાલા ઉત્પાદનોમાં પણ નિયમોના પાલન અંગે ખામીઓ સામે આવી હોવાનું FSSAIના રિપોર્ટ્સમાં જણાવાયું છે. તેમાં ચિકન મસાલા, ગરમ મસાલા અને એગ કરી પાઉડર જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

જોકે આ ઉત્પાદનો માટે હિંગ જેવી વેચાણ પ્રતિબંધની કાર્યવાહી કરવામાં આવી નથી; કંપની પાસેથી સંબંધિત ખામીઓ અંગે સ્પષ્ટતા અને નિયમોના પાલનની માંગ કરવામાં આવી છે.

Everest Hing Ban : ગ્રાહકો માટે શું મહત્વનું?

FSSAIની કાર્યવાહી બાદ ગ્રાહકોને બજારમાં ઉપલબ્ધ હિંગના પેકેટની બ્રાન્ડ, બેચ નંબર, પેકિંગ તારીખ અને લેબલિંગ તપાસીને જ ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને સંબંધિત પ્રતિબંધિત પ્રોડક્ટ્સ બજારમાં ઉપલબ્ધ હોય તો તેનો ઉપયોગ ટાળવો અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *