BRICS યુવા પ્રતિનિધિમંડળની સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત

BRICS યુવા પ્રતિનિધિમંડળની સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત

BRICS એકતા નગર ખાતે વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિઓએ સરદાર પટેલના જીવન અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન વિશે મેળવી માહિતી

એકતા નગર: ગાંધીનગર ખાતે આયોજિત બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુથ કાઉન્સિલના ભાગરૂપે વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિમંડળે 20 ઓગસ્ટ, 2026ના રોજ એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

BRICS યુવાનો વચ્ચે પરસ્પર સહકાર, સંવાદ અને જોડાણને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી બ્રિક્સ યુવા પરિષદના પ્રતિનિધિઓએ એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી હતી. આ દરમિયાન તેમણે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાન તેમજ ભારતની એકતા અને અખંડિતતાના સંદેશ વિશે માહિતી મેળવી હતી.

એકતા નગરના વિકાસ અંગે પ્રેઝન્ટેશન

પ્રતિનિધિમંડળ માટે એકતા નગરના સર્વાંગી વિકાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ, વિવિધ પ્રવાસન આકર્ષણો તથા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ વિશ્વસ્તરીય સુવિધાઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

BRICS પ્રેઝન્ટેશન દરમિયાન એકતા નગરમાં પ્રવાસન અને વિકાસ ક્ષેત્રે હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સ તથા અહીં ઊભું કરવામાં આવેલું આધુનિક પ્રવાસન માળખું અંગે યુવા પ્રતિનિધિઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

સરદાર પટેલના વિચારો અને ભારતની એકતાનો સંદેશ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના મહત્ત્વપૂર્ણ યોગદાનને નજીકથી સમજ્યું હતું. સાથે જ ભારતની એકતા, અખંડિતતા અને ‘વિવિધતામાં એકતા’ના મૂલ્યો અંગે પણ જાણકારી મેળવી હતી.

આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિઓને ભારતની સાંસ્કૃતિક વિવિધતા, ઐતિહાસિક વારસો તેમજ વિકાસની ઝાંખી મેળવવાની તક મળી હતી.

BRICS યુવાનો વચ્ચે વૈશ્વિક સહકારને પ્રોત્સાહન

બ્રિક્સ યુવા પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ દેશોના યુવાનો વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન, પરસ્પર સમજણ, સહકાર અને નવી તકોનું નિર્માણ કરવાનો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા યુવા પ્રતિનિધિઓ માટે એકતા નગરનો પ્રવાસ ભારતની સંસ્કૃતિ, વિકાસ અને રાષ્ટ્રીય એકતાના મૂલ્યોને સમજવાનો યાદગાર અનુભવ બન્યો હતો.

પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા, નાયબ કલેક્ટર નિરવ પારીતોષ, જિલ્લા યુવા વિકાસ અધિકારી દિલીપ દેસાઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *