વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમેરિકા-કેનેડા પ્રવાસ શરૂ; સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી સમુદાય સાથે સંવાદ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમેરિકા-કેનેડા પ્રવાસ શરૂ; સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી સમુદાય સાથે સંવાદ

ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભમાં માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમેરિકા અને કેનેડાના મહત્વપૂર્ણ પ્રવાસનો પ્રારંભ કર્યો છે. તેમના પ્રવાસની શરૂઆત સાન ફ્રાન્સિસ્કોમાં વસતા ગુજરાતી સમુદાય સાથે બેઠક અને સંવાદથી કરવામાં આવી હતી.

સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલી આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સાથે ગુજરાતી સમુદાયના લોકોએ ઉત્સાહભેર પ્રશ્નોત્તરી કરી હતી. રાજ્યમાં ચાલી રહેલા સર્વાંગી વિકાસ, ઔદ્યોગિક પ્રગતિ અને નવી નીતિઓ અંગે જાણવાની તેમની ઉત્સુકતા સ્પષ્ટ જોવા મળી હતી.

મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું કે સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સેન્ટર અને બાયોટેક્નોલોજી જેવા ન્યૂ એજ સેક્ટર્સમાં માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત ઝડપથી ગ્લોબલ હબ તરીકે ઉભરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આ વિકાસયાત્રા વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

મુખ્યમંત્રીએ ગુજરાતી સમુદાય સાથે ભાવાત્મક સંવાદ સાધતા કહ્યું કે, વતન રાજ્યથી હજારો કિલોમીટર દૂર વસતા હોવા છતાં સાન ફ્રાન્સિસ્કોના ગુજરાતી પરિવારો દ્વારા ગુજરાતી ભાષા, તહેવારો, ઉત્સવો અને સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રાખવામાં આવી રહ્યા છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે.

આ મુલાકાત દરમિયાન ગુજરાતના વિકાસ, રોકાણની તકો અને વૈશ્વિક સ્તરે રાજ્યની વધતી ઓળખ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

વધુ સમાચારો માટે અહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *