ગાંધીધામમાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો: 11 ખેલી ઝડપાયા

ગાંધીધામમાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો: 11 ખેલી ઝડપાયા

ગાંધીધામ: શહેરમાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડી 11 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર કાર્યવાહી દરમિયાન રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, ગાંધીધામના સેક્ટર-8માં આવેલા મનાલી ટાવરની ઓફિસ નંબર 111માં પ્રહલાદભાઈ વનાભાઈ પ્રજાપતિ બહારથી જુગારીઓને બોલાવી ગંજીપાનાથી જુગાર રમાડતો હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે પ્રહલાદભાઈ પ્રજાપતિ સહિત રમેશભાઈ ભાવસંગભાઈ ઠાકોર, પ્રકાશભાઈ રામજીભાઈ ચારણ, લાલજીભાઈ ભલાભાઈ ભરવાડ, નિતીનભાઈ ખીમજીભાઈ પરમાર, અનિલગીરી ગુડુગીરી ગોસ્વામી, મહિપતસિંહ વિરૂભા વાઘેલા, હાર્દિકભાઈ વિજયભાઈ ગઢવી, અનિરૂધ્ધસિંહ પ્રતાપસિંહ જાડેજા, જયદિપસિંહ વિજયસિંહ ઝાલા અને રાહુલભાઈ અશોકભાઈ પવૈયાની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 72,300 રોકડા તેમજ રૂ. 95,000ની કિંમતના 10 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1,67,300નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જુગારનું આયોજન કોણ દ્વારા કરવામાં આવતું હતું અને આ પ્રવૃત્તિ સાથે અન્ય લોકો સંકળાયેલા છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *