
Quit India Movement 8 ઓગસ્ટ 1942: જ્યારે ‘કરો અથવા મરો’ના નારાથી ગુંજી ઊઠ્યું ભારત
Quit India Movement 8 ઓગસ્ટ 1942નો દિવસ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં સોનેરી અક્ષરે નોંધાયેલો છે. આ દિવસે મુંબઈના ઐતિહાસિક ગવાલિયા ટેન્ક મેદાનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બ્રિટિશ શાસન સામે ‘ભારત છોડો આંદોલન’ (Quit India Movement) શરૂ કરવાનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો હતો.
Quit India Movement અંગ્રેજોને ભારત છોડવાનો આપ્યો સંદેશ
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારત બ્રિટિશ શાસન હેઠળ હતું. દેશની આઝાદી માટે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે મહાત્મા ગાંધી અને કોંગ્રેસના નેતાઓએ હવે અંગ્રેજોને ભારત છોડવા માટે નિર્ણાયક લડત શરૂ કરવાનો નિર્ણય લીધો.
Quit India Movement 8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈમાં મળેલી કોંગ્રેસની બેઠકમાં ‘ભારત છોડો’ ઠરાવ પસાર કરવામાં આવ્યો. મહાત્મા ગાંધીજીએ દેશવાસીઓને કરો અથવા મરો”નો મજબૂત સંદેશ આપ્યો.
Quit India Movement ગાંધીજીના આ આહ્વાન બાદ આંદોલને સમગ્ર દેશમાં જોર પકડ્યું.
Quit India Movement 9 ઓગસ્ટે નેતાઓની ધરપકડ ભારત છોડો આંદોલનની જાહેરાત બાદ બ્રિટિશ સરકારે આંદોલનને કાબૂમાં લેવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી. 9 ઓગસ્ટ 1942ના રોજ મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અનેક અગ્રણી નેતાઓની ધરપકડ કરવામાં આવી.
નેતાઓની ધરપકડ છતાં આંદોલન અટક્યું નહીં. દેશના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓ, કામદારો, ખેડૂતો અને સામાન્ય નાગરિકો બ્રિટિશ શાસન સામે રસ્તા પર ઉતરી આવ્યા.
Quit India Movement ગવાલિયા ટેન્ક મેદાનનું નામ પણ બદલાયું
મુંબઈનું ગવાલિયા ટેન્ક મેદાન આજે ‘ઓગસ્ટ ક્રાંતિ મેદાન’ તરીકે ઓળખાય છે. આ સ્થળ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની એક ઐતિહાસિક યાદ બની ગયું છે.
Quit India Movement આંદોલન દરમિયાન અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ જેલવાસ સહન કર્યો અને અનેક લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. બ્રિટિશ શાસન સામે દેશવ્યાપી વિરોધે ભારતની આઝાદીની લડતને વધુ નિર્ણાયક તબક્કામાં પહોંચાડી.
આંદોલનનું ઐતિહાસિક મહત્વ
ભારત છોડો આંદોલન તાત્કાલિક રીતે ભારતને સ્વતંત્રતા અપાવી શક્યું નહોતું, પરંતુ તેણે બ્રિટિશ સરકારને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે હવે ભારત પર લાંબા સમય સુધી શાસન કરવું સરળ નહીં રહે.
Quit India Movement આંદોલન બાદ સ્વાતંત્ર્યની માંગ વધુ પ્રબળ બની અને અંતે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું.
Quit India Movement 8 ઓગસ્ટ કેમ યાદગાર છે?
8 ઓગસ્ટ 1942 માત્ર એક તારીખ નહોતી, પરંતુ ભારતની આઝાદીની અંતિમ અને નિર્ણાયક લડતનું પ્રતીક બની હતી.
