
IMD Gujarat Rain Alert ગુજરાતમાં ફરી સક્રિય થશે મેઘરાજા: 48 કલાક ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ
IMD Gujarat Rain Alert ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) અને ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં 8 અને 9 ઓગસ્ટ દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
IMD Gujarat Rain Alert હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે.
IMD Gujarat Rain Alert જિલ્લાવાર આગાહી
6 ઓગસ્ટ:
વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.
7 ઓગસ્ટ:
અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ-દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
8 ઓગસ્ટ:
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
9 ઓગસ્ટ:
વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
માછીમારો માટે ચેતવણી
હવામાન વિભાગે દરિયામાં તેજ પવન અને ઉંચા મોજાંની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સલાહ આપી છે. ઉપરાંત, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
તંત્રની અપીલ
વીકેન્ડ દરમિયાન વરસાદની તીવ્રતા વધવાની સંભાવનાને કારણે નાગરિકોએ અનાવશ્યક મુસાફરી ટાળવી, નદી-નાળાઓથી દૂર રહેવું અને હવામાન વિભાગની સત્તાવાર આગાહીઓ પર નજર રાખવી જરૂરી છે.
